માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક મજૂરે હોટલવાળાને જમવાના પૈસા ન દેતા હોટલવાળાએ કરેલ પથ્થર મારામાં મહિલા ઇજાગ્રસ્ત


SHARE











મોરબીના ઘુંટુ નજીક મજૂરે હોટલવાળાને જમવાના પૈસા ન દેતા હોટલવાળાએ કરેલ પથ્થર મારામાં મહિલા ઇજાગ્રસ્ત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘુંટું ગામ નજીકના રામકો વિલેજ સોસાયટીમાં રહેતા અને મૂળ સાયલના મધુબેન ધનજીભાઈ મોરી જાતે દલવાડી નામના ૪૫ વર્ષના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યા પ્રમાણે હરિઓમ સોસાયટી પાસે આવેલ હોટલવાળા રાજુભાઈ દ્વારા તેઓને પથ્થર વડે માર મારવામાં આવતા ઈજા થતાં સારવારમાં લાવેલ છે હાલ સારવાર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ મધુભાઈના પતિ ધનજીભાઈ મોરી દ્વારા તેમને ત્યાં કામ કરતા મજુરના જમવાના બાકી પૈસા બાબતે હોટલવાળા સાથે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાઈ જઈને રાજુભાઈ હોટલવાળા દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને તે બનાવવામાં તેમના પત્ની મધુબેનને ઈજા પહોંચી હતી જોકે તેઓના જણાવ્યા પ્રમાણે તેઓના રોકડા રૂપિયા ૫૦ હજાર તથા તેમનો મોબાઈલ પણ રાજુભાઈ હોટલાવાળાએ પડાવી લીધા હોય આ અંગે તેઓએ પોલીસમાં જાણ કરી હતી.જોકે આ બાબતે કોઇ ફરીયાદ નોંધાયેલ નથી.

નીચી માંડલ પાસે સિક્યુરિટીમેનને ડ્રાઇવરએ માર મારતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ એલઈ માઇક્રો નામના કારખાનાના ગેટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સિક્યુરિટી મેન તરીકે ત્યાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના અજયસિંહ શ્રીપુરણસિંહ ચૌહાણ (ઉમર ૪૭) ને રાજસ્થાની ટ્રક ડ્રાઇવર ભોલારામ ગુર્જર દ્વારા માર મારવામાં આવ્યો હોય અજયસિંહને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આ મારામારીના બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ લિવિંન્ઝા સિરામિક પાસે રહેતા મહેશભાઈ મલાભાઇ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને ત્યાં તેણે હોસ્પિટલ ખાતે જણાવ્યા પ્રમાણે રંગપર ગામ પાસે આવેલ ઇમ્પીરીયો સિરામિકના શેઠ દ્વારા તેને માર મારવામાં આવતા તેને સારવારમાં લાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા હિરાભાઈ વાલજીભાઈ સોલંકી નામના ૫૮ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે સમર્પણ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓએ હોસ્પિટલ ખાતે જણાવ્યા જણાવ્યા મુજબ, ગઈકાલે તેઓ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પીપળી રોડ ઉપરથી બાઇકમાં પરત પોતાના ઘરે લીલાપર રોડ બાજુ જવા માટે નિકળ્યા હતા ત્યારે જેતપર રોડ ઉપર નવી પીપળી ગામના નાલા નજીક અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ જવાથી તેઓ નિચે પડી ગયા હતા અને તે બનાવમાં ઇજા પામતા તેમને સારવારમાં લવાયા હતા






Latest News