મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીકથી સિરામિક ડિજિટલ મશીનના લાખોની કિંમતના ત્રણ હેડ સાથે એલસીબીએ એકને પકડ્યો, તજવીજ શરૂ


SHARE













મોરબી નજીકથી સિરામિક ડિજિટલ મશીનના લાખોની કિંમતના ત્રણ હેડ સાથે એલસીબીએ એકને પકડ્યો, તજવીજ શરૂ

મોરબી એલસીબીના સ્ટાફે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક શખ્સને બાતમીના આધારે પકડ્યો હતો અને તેની પાસેથી સિરામિક ડિજિટલ મશીનમાં ઉપયોગમાં લેવામાં આવતા ત્રણ હેડ મળી આવતા અને તેના તેની પાસે કોઈ આધાર બિલ પુરાવા ન હોય શક પડતી મિલકત ગણીને હાલ ત્રણ હેડ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

વધુમાં એલસીબીમાંથી મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક શખ્સ સીરામીક ડિજિટલ મશીનમાં ઉપયોગમાં લેવામાં આવતા હેડ સાથે નીકળેલ છે તેવી બાતમી મળતા સ્ટાફના શક્તિસિંહ ઝાલા તેમજ મહિલા એએસઆઈ જે.પી.કણસાગરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને સ્થળ ઉપરથી નીકળેલા ફેનીલ કિરીટભાઈ ભૂત જાતે પટેલ (ઉમર ૨૪) હાલ રહે.હરિઓમ પાર્ક હળવદ રોડ મોરબી-૨ મૂળ રહે કણકોટ રોડ ટોયટો શોરૂમ પાછળ વાળાને અટકાવ્યો હતો અને તેની પાસેથી હાલમાં સીરામીક ડિજિટલ મશીનમાં વપરાતા ત્રણ હેડ મળી આવ્યા હતા અને આ સીરામીક ડિજિટલ મશીનમાં વપરાતા હેડ સેરોન ગ્રેનાઈટો નામના યુનિટમાંથી છળ કપટ કે અન્ય કોઈ રીતે મેળવીને રૂપિયા ૨.૪૮ લાખમાં તેને ભૌતિક દેવજીભાઈ ઉર્ફે દિલીપભાઈ મારૂ રહે.મેસવાણ તા.કેશોદ જી.જુનાગઢ હાલ રહે.મોરબી તથા રવિ દેવજી સગર રહે.અમરાપર જી.ગીર સોમનાથ વાળાઓ દ્વારા આપવામાં આવેલ કે જેની હાલમાં બજાર કિંમત રૂપિયા ૪.૫૦ લાખ થતી હોવાનું જણાવ્યું હતું હાલ આ શક પડતી મિલ્કત ગણીને ફેનીલ પટેલ પાસેથી મળી આવેલ ત્રણ શંકાસ્પદ હેડ સાથે એલસીબીના સ્ટાફ દ્વારા તાલુકા પોલીસમાં મુદામાલ સોંપવામાં આવેલ હોય તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. હાલમાં ફેનિલ પટેલ પાસેથી મળેલ સીરામીક ડિજિટલ મશીનના હેડ ચોરી કે છળ કપટથી મેળવાયેલા છે કે કેમ..? તે દિશામાં જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ નાગદાનભાઈ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફિનાઈલ પી લેતા તેને અત્રે આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હાલમાં હોસ્પિટલ તરફથી જાણ કરાતા બનાવ સંદર્ભે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના હરેશ ધનજીભાઈ પટેલ નામના ૪૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવમાં જાણવા મળતી માહીતી મુજબ દેવળીયા ગામમાં ઘાંચી શેરીના નાકા પાસેથી હરેશભાઇ બાઈક લઈને જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા હરેશ પટેલને ઇજા પહોંચતા સારવારમાં મોરબી લવાયો હતો.






Latest News