રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ધ ઓરીયેન્ટલ ઈન્સ્યુરન્સની ઓફિસ બદલાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત


SHARE









મોરબીમાં ધ ઓરીયેન્ટલ ઈન્સ્યુરન્સની ઓફિસ બદલાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ધ ઓરીયેન્ટલ ઈન્સ્યુરન્સ કુ.પ્રા.લી.ના રીજીયોનલ મેનેજરને લેખિત રજૂઆત કરીને તેઓની ઓફિસ ટૂકી પડતી હોય મોટી અને સારી ઓફિસ બનાવવાની માંગ કરેલ છે

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબી એક ઔદ્યોગિક શહેર છે ઘણી બધી ફેકટરીઝ ના કારણે ટ્રાન્સપોર્ટના ધંધા સારા ચાલે છે. જેના કારણે ફાયનાન્સ, વિમા અને બેન્કોના ધિરાણના ધંધા માં તેજી દેખાય છે. આના કારણે વિમા કંપની, ફાયનાન્સ બેન્કોએ અદ્યતન ઓફીસો અને ગ્રાહકોને સંતોષ થાય તેવી સગવડતા આપે છે. મોરબીમાં ઓરીયેન્ટ ક.નું નામછે, સ્ટાફ સારોછે પરંતુ સગવડતા ના નામે મીંડુ છે. સીંતેર વરસ જુની લાકડાની ઓફીસ, સાંકડા દાદરા, પાર્કીંગની કોઈ સુવિધા નહી, સ્કુટર પણ પાર્ક થઈ શકે નહીં ત્યાં મોટરની વાત કયાં કરવી ? ભરચક બજારમાં આવેલી ઓફીસોથી ગ્રાહકો હવે નારાજ થતા જાય છે. જો ઓરીયેન્ટ વિમા કંપનીએ વધારે ધંધો કરવો હોય તો હાલે જે ઓફીસ છે તે તાત્કાલીક બદલવી જોઈએ, ગ્રાહકો સારી સુવિધા માંગેછે. મોરબીમાં ધંધો સારો છે જેના કારણે ઘણી બધી વિમા કંપની ફાયનાન્સ કર્યું. બેન્કો આવેલ છે. અધિકારી વર્ગ ગ્રાહક તરફે કે તેની સગવડતા પર ધ્યાન આપતા નથી જેના કારણે ગ્રાહકો દિવસે દિવસેઓરીયેન્ટ વિમા કહ્યું. સામે નારાજ હોય છે તેવુ જણાયછે. જેથી ધંધાની ગળાકાપ હરીફાઈમાં ટકવુ હોય તો વિમા કંપનીએ ગ્રાહકની માંગણી મુજબ ઓફીસ બદલવી જરૂરીછે જો આમ નહીં કરે તો ગ્રાહકોને ઓરીયેન્ટ વિમા કંપનીમાંથી બીજી કંપનીમાં જવાની ફરજ પડશે તેવુ દેખાય છે.




Latest News