રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાનું મોત


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે અમદાવાદ સુધી લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના દેવપરા ગામના રહેવાસી ભગીરથભાઈ સોલંકીના પત્ની સોનલબેન સોલંકી (૩૭) વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ઓ.આર.બી. સિરામિક કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામ કરતી વખતે સાત ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાયા હતા જેથી કરીને તેને શરીરને ઇજાઓ થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને અમદાવાદની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ ગાત્રાળ નગરમાં ઝૂંપડામાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર જાતે બાબાજી (૪૦) નામના યુવાનને ટીબીની બીમારી હોય અચાનક શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધા કરી આગળની કાર્યવાહી કરી હતી




Latest News