મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓના નામ ધારાસભ્ય જાહેર કરે તેવી કોંગ્રેસની માંગ


SHARE











મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓના નામ ધારાસભ્ય જાહેર કરે તેવી કોંગ્રેસની માંગ

મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ભાજપ સત્તા ઉપર હતો અને ભ્રષ્ટાચાર થયેલો છે તેવું મોરબી માળિયાના ધારાસભ્ય જાહેરમાં બોલી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારીઓ સામે ધારાસભ્ય પગલા ભરીને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડાસે કે કેમ તેવો સવાલ કોંગ્રેસનાં આગેવાને કરેલ છે

મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી ભાજપનું શાસન હતું અને પ્રજાએ પૂર્ણ બહુમતી આપી હતી તો પણ ભાજપ લોકોની સુખાકારી વધારવામાં આવે પાલિકામાં શાસન ચલાવવામાં નિષ્ફળ ગયેલ છે અને પોત પોતાના અંગત સ્વાર્થ માટે પાલિકાનું શાસન ચલાવવામાં આવેલ હતું જેમાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલ છે જેમ કે, ડોર  ટુ ડોર કચરા કલેક્શનના  કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર, રોડ રસ્તાના કામમાં મોટા પ્રમાણમાં  કમિશન, ફોલ્ડિંગ સ્પીડ બ્રેકરમાં ભ્રષ્ટાચાર, મૂંગા પશુઓને સાચવવા નંદીઘર બનાવવામાં આવેલ તેમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયેલ છે અને પશુના ચારામાં પણ ભ્રષ્ટાચાર, સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર આમ મોટા ભાગના કામમાં ભ્રષ્ટાચાર કરીને પ્રજાના ટેક્સના પૈસાની ગોલમાલ કરવામાં આવી છે

ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય અવારનવાર જાહેરમાં કહે છે કે, છેલ્લા બે વર્ષમાં મોરબી પાલિકાએ ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી હતી તો ભાજપ શાસિત પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની ધારાસભ્ય તટસ્થ તપાસ કરાવી ભ્રષ્ટાચારીઓના નામ ખોલી તેમની સામે કડક કાર્યવાહી કરાવશે ખરા? કારણ કે, આ બઘા સદસ્યના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય પોતે ગયા હતા તો આ ભ્રષ્ટાચાર કરનાર લોકો સામે કડક કાર્યવાહી ધારાસભ્ય કરાવે તેવી માગણી મોરબી શહેરની પ્રજા વતી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબીયા તેમજ જિલ્લા પૂર્વ પ્રમુખ  એલ.એમ. કંઝારીયા અને કે.ડી. બાવરવાએ કરલે છે 






Latest News