મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ
SHARE







મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશીના પરમ પવિત્ર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિત્તે મોરબી ગુરુકુલમાં ઠાકોરજી સમક્ષ ફ્રૂટ હાટડી ધરાવવામાં આવી હતી. તેમજ ભગવાનને ધરાવેલા ફ્રૂટને સિવિલ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન પદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી. અને ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનારા અમૃત મહોત્સવ૨૦૨૨ સુધી આ સેવાકીય પ્રવૃત્તિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.
