મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ
સી.એ. બનાવવાના પપ્પાના સ્વપ્નને પૂર્ણ કરવામાં સરકારી સહાય મદદરૂપ બનશે: ઈશાબેન ખાખી
SHARE







સી.એ. બનાવવાના પપ્પાના સ્વપ્નને પૂર્ણ કરવામાં સરકારી સહાય મદદરૂપ બનશે: ઈશાબેન ખાખી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી બાળ સહાય યોજનાના લાભાર્થીઓને હુકુમો એનાયત કરવામાં આવ્યા હતા. આ હુકમો મેળવનાર પૈકી મોરબીના ઈશા સુનીલભાઈ ખાખી એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાથી હું સી.એ. બનીને મારા પપ્પાનું સ્વપ્ન પૂરું કરીશ.
પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ઈશા સુનીલભાઈ ખાખીએ જણાવ્યું કે, જૂન મહિનામાં મારા પિતાનું કોરોનાના કારણે અવસાન થતાં રાજ્ય સરકાર દ્વારા એકવાલી બાળ સહાય યોજનાનો લાભ મળેલ છે. આ સહાયથી મને મારા મમ્મી પપ્પાનું સપનું પૂરુ કરવા માટે ખૂબ જ મદદ મળશે. હું સી.એ. બનીને મારા પપ્પાનું સપનું પુરુ કરવા માંગુ છું. કોરોના જેવી મહામારીમાં આ સહાય આપવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું
