રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ, અંતિમયાત્રા બસ, શબ વાહિની અને સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા વિનામુલ્યે આપશે


SHARE









મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ, અંતિમયાત્રા બસ, શબ વાહિની અને સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા વિનામુલ્યે આપશે

મોરબીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા સમાજને તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યુ છે ત્યારે વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ એમ્બ્યુલન્સ મેળવવા માટે પ્રવિણભાઈ કારીયા (૯૮૭૯૮ ૭૪૯૧૪), ચિરાગભાઈ રાચ્છ (૯૦૯૯૬ ૦૦૦૮૧) અથવા હરીશભાઈ રાજા (૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, વિનામુલ્યે નેત્રમણી કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિ વિસર્જન, કુદરતી આફત સમય ની સેવા સહીતની વિવિધ સેવાઓ સમાજને પ્રદાન કરવામાં આવી રહી છે ત્યારે સંસ્થા દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા વિનામુલ્યે પ્રદાન કરવાનું સંસ્થા દ્વારા નિર્ધારિત કરવા માં આવેલ છે. 




Latest News