રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું કરાયું સન્માન


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું કરાયું સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટ, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું સન્માન કરવાં આવ્યું હતુ ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, નવનિયુક્ત ટ્રસ્ટી સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ અનિલભાઈ મહેતા, મોરબી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, બ્રહ્મ સમાજના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઇ જોશી વિગેરે  હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદીપભાઇ મહેતા, કમલભાઈ દવે, મહીધરભાઈ દવે, ધરમભાઈ રાવલ, યજ્ઞેશભાઇ રાવલ, વિજયભાઈ રાવલ, મનીષભાઈ જોશી, વૈભવભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, જીગરભાઈ, પ્રણવભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ વ્યાસ, હરીશભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, વિનુભાઈ પંડ્યાએ જેહમત ઉઠાવી હતી તેમજ બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટે કર્યું હતું.




Latest News