મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે સમાધાન માટે બોલાવીને યુવાનને છરીનો ઘા ઝીકયો


SHARE









મોરબીના શનાળા ગામે સમાધાન માટે બોલાવીને યુવાનને છરીનો ઘા ઝીકયો

મોરબી નજીકના સખત સનાળા ગામે મંદિર પાસે જુની અદાવત\માં સમાધાન કરવા માટે ફોન કરીને યુવાનને બોલાવવામાં આવ્યો હતો ત્યાર બાદ યુવાનને માથાના પાછળના ભાગે છરીનો ઘ મારીને ઈજા કરવામાં આવી હતી જેથી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (૪૦)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સન્ની શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક રહે. ગોકુલનગર લાયન્સનગર પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર સામે જૂની અદાવતમાં સમાધાન કરવા માટે સન્ની કડેવારે ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં તેને માથાના પાછળના ભાગમાં છરીનો ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ભુપતભાઈ વિકાણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સન્ની કડેવારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડ પાસે આવેલ પંકજ ગાઠીયા વાળાને ત્યાં રહેતા દિપેશભાઈ નવીનચંદ્ર ભટ્ટ (૩૫) પોતાનું બાઈક લઈને સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉમિયા સર્કલ નજીક અજાણ્યા બાઈકના ચાલાકે તેઓના બાઈક સાથે બાઇકને અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં દીપેશભાઈ ભટ્ટને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા સુમનબેન સંજયભાઈ જીંજવાડિયા નામની મહિલા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ સામેથી રિક્ષામાં બેસીને પસાર થતી હતી ત્યારે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા પામેલ સુમનબેનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News