ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી

મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસ આવેલ છે જેમાંથી ૫.૧૦ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૫.૨૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં આ મુદે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે .

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામચોક પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેની મયુર ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ૫.૧૦ લાખ રોકડા તેમજ ૧૦ હજારની કિંમતના સીસીટીવી કેમેરા અને ડિવિઆરની ચોરી કરવામાં આવેલ છે આમ કુલ મળીને ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, જે જગ્યાએ ચોરી કરવામાં આવી છે તે ઓફીસનું શટર ઉંચકાવ્યુ નથી !, તાળા તોડવામાં આવ્યા નથી ! જેથી કરીને ચોરીમાં જાણભેદુ હોવાની શંકા આધારે પોલીસે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News