મોરબીની નાલંદા, સાર્થક, પ્રગતિ કલાસીસ, તેમજ જેલ, પોસ્ટ તેમજ એડવોકેટ પરીવારનું ગૌરવ વધારતા તેજસ્વી તારલા
SHARE
મોરબીની નાલંદા, સાર્થક, પ્રગતિ કલાસીસ, તેમજ જેલ, પોસ્ટ તેમજ એડવોકેટ પરીવારનું ગૌરવ વધારતા તેજસ્વી તારલા
તાજેતરમાં આવેલા ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામોમાં જુદીજુદી સંસ્થાઓના ઉત્કૃષ્ટ પરિણામો આવ્યા હોય શાળા પરિવારનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને સંસ્થાના સંચાલકો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
નાલંદા વિદ્યાલયનું ગૌરવ
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો નંબર મેળવેલ છે જેની માહિતી આપતા શાળાના સંચાલક જયેશભાઈ ગામીએ જણાવ્યુ છે કે, નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની માકાસણા યસ્વી મહેશભાઈએ ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૯૩ પીઆર મેળવીને જિલ્લામાં ત્રીજો નંબર મેળવેલ છે અને આ દીકરીએ આંકડાશાસ્ત્રના વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ અને એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૯૭ ગુણ મેળવ્યા છે અને આ શાળાનું સામાન્ય પ્રવાહનું ૯૩ ટકા પરિણામ આવ્યું છે.જેમાં ૩૫ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆરથી વધુ માર્કસ મેળવ્યા છે.
સાર્થક વિદ્યાલય
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યાલયમાં ધોરણ ૧૨ કોમર્સ વિભાગની અંદર ઝાલા જયદીપસિંહ લાલુભાએ ૯૯.૮૪ પીઆર સાથે શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે.જ્યારે ઝાલા પુષ્પરાજસિંહ સામતસિંહએ ૯૯.૮૧ પીઆર સાથે દ્વિતીય અને વાળગોતર હર્ષદ નરેશભાઈએ ૯૯.૭૫ પીઆર સાથે શાળામાં તૃતિય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.તેમજ ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ એ૨ ગ્રેડ મેળવ્યો છે.શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ અને પ્રમોદસિંહ દ્વારા સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા.
પ્રગતિ ક્લાસીસ
મોરબીના જાણીતા પ્રગતિ ક્લાસીસમાં ધોરણ ૧૦ ના પરિણામમાં મારૂ જાનવીએ ૯૯.૮૬ પીઆર તેમજ ધોરણ ૧૨ કોમર્સમાં પ્રીતિ ચાવડાએ ૯૯.૮૮ પીઆર મેળવીને ક્લાસીસ અને પરિવારનું ગૌરવ વધાર્યું હોય સંચાલક પ્રમોદસિંહ રાણા દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણીને ઉચ્ચ પરિણામો લાવી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલમાં ભણવાની ક્ષમતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી સ્કૂલ અને પ્રગતિ ક્લાસીસ શ્રેષ્ઠ પરિણામોનો પર્યાય બની ગયેલ છે.
જેલ પરિવારનું ગૌરવ
મોરબી સબ જેલ ખાતે ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાની પુત્રી રિધ્ધીબેન પી.ચાવડાનું ધો.૧૨ કોમર્સનું પરિણામ આવતા રિધ્ધીબેનને ૯૯.૬ પીઆર સાથે પાસ કરેલ છે.નવયુગ સ્કૂલ મોરબી તેમજ ચાવડા પકિવારની સાથે જેલ વિભાગનું ગૌરવ વધાર્યુ છે.
ટંકારા બાર એસો.ના પુર્વ પ્રમુખના પુત્ર ભવ્યનું ભવ્ય પરીણામ
ટંકારા બાર એસો.ના પુર્વ પ્રમુખ એડવોકેટ-નોટરી તેમજ આરબીજી ગુર્પના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધો.૧૨ માં ટંકારા તાલુકા પ્રથમ અને ગુજરાતમાં દ્રિતીય ક્રમ મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું છે.સ્વભાવે સરળ ભવ્ય ભણતર સાથે ગણતર અને સામાજીક ન્યાય સહિતના ક્ષેત્રને જાણી સમજીને અનુભવમાં લાવ્યો જેના થકી આખા ગુજરાતમાં બીજા ક્રમે અને ટંકારા તાલુકામા પ્રથમ ક્રમ સાથે એ વન ગ્રેડ અને ૯૯.૯૮ પીઆર મેળવીને ભાગીયા પરીવાર સાથે ટંકારા તાલુકાનુ ગૌરવ વધાર્યું છે.
ટંકારાના ભુતકોટડાના ખેડૂત પુત્ર જૈનિશે ઝળહળતી સફળતા
ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમા ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા શૈલેષભાઈ ઢેઢીના પુત્ર જૈનિશે સિઝનમાં પરીવારને સહયોગી બનવા સાથે અભ્યાસમાં ધ્યાન પોરવી જબરદસ્ત દેખાવ કરી ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યુ છે.જેમા એ વન ગ્રેડ અને ૯૯.૯૬ પીઆર મેળવીને ઢેઢી પરીવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.
પોસ્ટ વિભાગનું ગૌરવ
મોરબી પોસ્ટ ઓફિસનાં કર્મચારી પ્રભાતભાઈ ડાંગરની પુત્રીએ ધો.૧૨ કોમર્સ માં ૯૮.૪૧ પીઆરથી ઝળહળતી સીધ્ધી પ્રાપ્ત કરીને પોસ્ટ ઓફિસ સ્ટાફ પરીવારનું ગૌરવ વધારેલ છે.મોરબીની મેઇન પોસ્ટ ઓફિસનાં પોસ્ટમેન પ્રભાતભાઈ ડાંગરની પુત્રી પુર્વી ડાંગરએ ધો.૧૨ કોમર્સમાં એ૨ ગ્રેડથી ઉત્તીર્ણ થયેલ છે.જેમનું એસપીએમ જે.આર.રાવલ તેમજ એપીએમ વર્ષાબેન તથા જી.ટી.ઠોરીયાએ શુભેચ્છા પાઠવીને ઉતરોતર ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા પાઠવેલ છે.
માળીયાના સરવડની શ્રી કે.પી.હોથી ઉ.મા.વિદ્યાલય
શાળાનું ધો.૧૦ નું શાળાનું ૮૭.૫૦ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યા બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ શાળાએ ૮૨.૬૦ ટકા જેટલું આશાસ્પદ પરિણામ હાંસલ કરેલ છે.ઉલ્લેખનીય છે કે હાઈસ્કૂલની વિદ્યાર્થીની સુરાણી દેવાંશીએ ૯૯.૭૧ સાથે કુલ ૬૩૩ માર્ક અને એ૧ ગ્રેડ મેળવીને શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે બીજા નંબરે છૈયા ધ્રુવીશાએ ૯૮ પીઆર તેમજ મિરાણી દિવ્યાબેનએ ૯૬.૬૮ પીઆર સાથે ત્રીજો નંબર મેળીને શાળા તેમજ સરવડ ગામનું ગૌરવ વધાર્યું છે તે બદલ શ્રી સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, મંત્રી રતિલાલભાઈ, ટ્રસ્ટના સભ્યો, ગામના સરપંચ તથા આગેવાનોએ સૌ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉમા વિદ્યા સંકુલ
સામાકાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલ ઈન્સ્ટાગ્રામમાં 36 હાજર ફોલોવર્સ ધરાવતી મોરબી જિલ્લાની પ્રથમ ચેનલ બની છે.ઈન્સ્ટાગ્રામનો દિવસેને દિવસે વ્યાપ વધી રહ્યો છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલમાં દિન પ્રતિ દિન ફોલોવર્સમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં એક માત્ર આ શાળાની ચેનલ છે. જેમણે આટલી મોટી સંખ્યામાં ફોલોવર્સ હોય. મોરબી જિલ્લાના ઘણા લોકો ઉમા વિદ્યા સંકુલને ફોલો કરી અતુત પ્રેમ આપી રહ્યા છે, તે બદલ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયાએ સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.