બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ


SHARE









મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩ લાખનું કૌભાંડમાં હાલમાં ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઊંચાપત અને નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં ડીપીઇઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે પહોચ્યા છે વધુમાં આ બાબતે મોરબીનાડીડીઓ ડી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં હાલમાં અરવિંદભાઇ પરમાર, અબ્દુલભાઈ સેરશિયા અને હિમાંશુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે તેના માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યા છે તેમાં આ ત્રણ શિક્ષકો જ સંડોવાયેલા છે કે પછી બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ તે હવે પોલીસ તપાસમાં સામે આવે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે




Latest News