મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિર યોજાઇ


SHARE









મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિર યોજાઇ

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગેની મોરબી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે આગામી ગઇકાલે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજની ૧૪ થી ૨૫ વર્ષની દીકરીઓ તથા નવપરણિત મહિલાઓએ ભાગ લીધો હતો અને આ શિબિરમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, કાર્યકારી અધ્યક્ષ જયશ્રીબા પી. જાડેજા અને પ્રદેશ મહામંત્રી નિતાબા ગોહિલ, મોરબી જિલ્લા મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા અને તેની ટીમ જહેમત ઉઠાવી હતી




Latest News