મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બીકોમ સેમ-૪ ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ જીલ્લામાં અગ્રેસર


SHARE









સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બીકોમ સેમ-૪ ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ જીલ્લામાં અગ્રેસર

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ બીકોમ સેમ-૪ ના પરિણામમાં મોરબીની જાણીતી પી.જી.પટેલ કોલેજે મોરબી જીલ્લામાં ફરી એક વખત પોતાની સર્વોપરિતા સાબિત કરી છે.પી.જી.પટેલ કોલેજના વર્ષોના અનુભવી પ્રાધ્યાપકો દ્વારા આપવામાં આવતા સચોટ શિક્ષણ અને માર્ગદર્શન થકી બીકોમ સેમ-૪ ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની કક્કડ ક્રિષાએ કોસ્ટ એકાઉન્ટીંગ અને એકાઉન્ટીંગ-૪ બંને વિષયોમાં યુનિવર્સીટી કક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે.જયારે અન્ય એક વિધાર્થી જાડેજા યશરાજસિંહે એકાઉન્ટીંગ-૪ વિષયમાં યુનિવર્સીટી કક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને પી.જી.પટેલ કોલેજનું તથા મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ તકે ઉપરોક્ત વિશેષ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે બંને વિધાર્થીઓને બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News