મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાઇલેન્સરમાંથી ફાયરિંગ કરનારા સહિત ૧૧ ના વાહનો ડિટેઇન


SHARE







મોરબીમાં સાઇલેન્સરમાંથી ફાયરિંગ કરનારા સહિત ૧૧ ના વાહનો ડિટેઇન

મોરબીના સનાળા રોડ, વાવડી રોડ, ગોલા બજાર, એસપી રોડ વગેરે વિસ્તારમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારા શખ્સો તેમજ મોડીફાઇ કરેલા સાઇલેન્સર વાળા વાહનો લઈને નીકળેલા શખ્સોની સામે પોલીસે લાલાઆંખ કરી છે અને ૧૧ વાહનો ડીટેઇન કરીને ૧૦,૩૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન કેટલા ઇસમો ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈને નીકળતા હોય તેમજ મોડીફાઇ કરેલા સાઇલેન્સર વાળા વાહનો લઈને નીકળતા હોય છે અને આ સાયલેન્સરમાંથી ફાયરિંગ જુએવા આવાજ કરતાં હોય છે તેવી ફરિયાદો મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, વાવડી રોડ, ગોલા બજાર, એસપી રોડ સહિતના વિસ્તારોમાં ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવીને નીકળેલા શખ્સો તેમજ મોડીફાઇ કરેલા સાઇલેન્સર વાળા વાહનો લઈને તેમાંથી ફાયરિંગ કરનારા કુલ મળીને ૧૧ જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે અને નંબર પ્લેટ વગરના તેમજ લાઇસન્સના કાગળ વગરના વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપરથી ૧૦,૩૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું હાલમાં મોરબી સીટી ઈન્ડીયન પોલીસ સ્ટેશનના પી.આઇ. હકૂમતસિંહ જાડેજા પાસેથી જાણવા મળે છે અને આગામી સમયમાં પણ આવી જ રીતે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ટ્રાફિક માટેની ઝુંબેશ ચલાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છ

મહિલા બુટલેગર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ માં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતી ફરતી મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન મહિલા બુટલેગર કાજલબેન ઉર્ફે ગીતાબેન દેવાભાઈ માથાસુરીયા રહે મદારગઢ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની માહિતી મળી હતી જેથી કરીને મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખીને ત્યાંથી મહિલા બુટલેગરની ધરપકડ કરીને તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે જેથી કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News