મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ગુનેગારોનું આશ્રય સ્થાન મોરબી : સુરેન્દ્રનગરના મુળી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ૧૬ વર્ષથી ફરાર આરોપી મોરબીમાંથી પકડાયો..!


SHARE













ગુનેગારોનું આશ્રય સ્થાન મોરબી : સુરેન્દ્રનગરના મુળી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ૧૬ વર્ષથી ફરાર આરોપી મોરબીમાંથી પકડાયો..!

  1. મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓમાનો ટાઇલ્સ નામના કારખાનામાંથી એક ઇસમની છેતરપિંડીના ગુનામાં મુળી (સુરેન્દ્રનગર) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.હાલ બનતા બનાવો ઉપરથી મોરબી ગુનેગારોનું આશ્રય સ્થાન હોય તેવો ઘાટ સર્જાયો છે. !?

આ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પેરોલ ફર્લો સ્વોડના પીએસઆઇ સી.એ.એરવાડીયાએ રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે, તેઓના તાબાના મૂળી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૭ માં નોંધાયેલ આઈપીસી કલમ ૪૦૭, ૪૨૦ (છેતરપિંડી) ના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર ઇશ્વરદાન ખુમાણદાન ઉર્ફે ખુમદાન ચારણ મોરબીમાં હોવાની ટેકનિકલ માધ્યમો તથા હ્યુમન રીસોર્સના આધારે મળેલ બાતમીના આધારે તેઓના સ્ટાફે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓમાનો ટાઇલ્સ નામના યુનિટ નજીક તપાસ કરતા ત્યાંથી મૂળી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર ઇશ્વરદાન ચારણ ત્યાંથી મળી આવતા હાલ આગળની તપાસ માટે તેને હસ્તગત કરીને લઈ જવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ભગવતી પાર્ક વિસ્તારમાં રહેતા જયેશભાઈ વસંતભાઈ જાની નામના ૪૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જાણવા મળતી વિગતો મુજબ જયેશભાઈ જાની ઘર પાસે રોડ ઉપરથી પગપાળા જતા સમયે તેમને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના હળવદ તાલુકામાં આવેલા માથક ગામે રહેતા ચંદુભાઈ પુરખાભાઈ મલ (ઉમર ૬૫) નામના વૃદ્ધને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર નજીક બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે જીલ્લા સેવાસદન નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં કુતુબીભાઈ પ્યારઅલી જેસાણી (ઉમર ૩૬) રહે.નીલકંઠ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે જાણ થતા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના છાત્રાલય રોડ ઉપર સરદારનગર પાસે બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક સ્લીપ થઈ જતા પૂનમસિંહ છોટુસિંહ રાઠોડ (ઉમર ૧૬) રહે.નાની વાવડી તા.જી.મોરબીને ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી આ અંગે હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News