મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ


SHARE







મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ

મોરબી જિલ્લામાં માળિયા મીંયાણા વિસ્તારને પછાત ગણવામાં આવે છે અને સતત ઓરમાયુ વર્તન તેની સાથે કરવામાં આવતુ હોય તેવું જોવા મળે છે. દરમ્યાનમાં મોરબીના પ્રતિનિધિઓએ આગેવાનોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે માળિયા મિયાણાનું બસ સ્ટેશન નવું બનાવી આપવામાં આવે તેમજ નેશનલ હાઈવે-૮ થી માળિયા મામલતદાર કચેરી સુધીનો અને માળીયા-જામનગરનો હાઇવે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં જાણવા મળતી માહીતી મુજબ માળીયાના આગેવાનો અમદાવાદ મ્યુ.કાઉન્સિલર તથા મિંયાણા સમાજ પ્રદેશ પ્રમુખ અકબર હુસેન ભટ્ટી, માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સાથે મળીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમાં મોરબીના માળીયા મિંયાણાનું બસ સ્ટેન્ડ નવું બનાવવા અને નેશનલ હાઇવે નંબર-૮ થી માળીયા મામલતદાર કચેરી સુધીનો જામનગર હાઇવે રોડ નવો બનાવી આપવા રૂબરૂ મળીને રજુઆતો કરી હતી.






Latest News