મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા એન્વાયરમેન્ટ જાગૃતિ રેલી યોજાઇ


SHARE









વાંકાનેરમાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા એન્વાયરમેન્ટ જાગૃતિ રેલી યોજાઇ

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા) અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના ઉપક્રમે "મિશન લાઈફ" અંતર્ગત તા ૫ મી જુન એટલે કે આજરોજ "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિત્તે શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેર ખાતે યોજવા માં આવ્યો હતો. જેમાં શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિધાલય વાંકાનેર શાળાની વિદ્યાર્થીની બહેનોને ઈકો બ્રિક્સ અને ચકલીના માળા બનાવવાનું દીપેનભાઈ ભટ્ટ દ્વારા શીખવાડવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીઓ દ્વારા એન્વાયરમેન્ટ જાગૃતિ માટેની રેલી ૨૨૦ વિદ્યાથીનીઓ દ્વારા યોજવામાં આવી હતી. અને શાળાના ઇકો ક્લબના ટીચર સોનલબેન ઠુમર દ્વારા ગ્રીન એન્વાયરમેન્ટ માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતું શાળામાં વૃક્ષારોપણ અને વેસ્ટ વસ્તુઓમાંથી નાનાં કુંડા બનાવી રોપા પણ ઉગાડવામાં આવ્યા હતા. અને  "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં સંચાલક દિપેનભાઈ ભટ્ટનું આ કુંડા વડે સ્વાગત કરવામાં આવ્યું હતુ અને શાળાના આચાર્ય શ્રીમતી દર્શનાબેન જાનીએ શાળામાં આ અવરનેસ કાર્યક્રમ ગોઠવવા બદલ દીપેનભાઈ ભટ્ટ અને "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News