મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસ કંપની, સિમ્પોલો- ક્રેવિટા સિરામિક, સાર્થક સ્કૂલમાં વૃક્ષા રોપણ કરાયું


SHARE









મોરબીમાં ગુજરાત ગેસ કંપની, સિમ્પોલો- ક્રેવિટા સિરામિક, સાર્થક સ્કૂલમાં વૃક્ષા રોપણ કરાયું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાસે ગુજરાત ગેસ લિમિટેડની ઓફિસ આવેલી છે ત્યાં ગુજરાત ગેસના મોરબીના ઝોનલ હેડ કમલેશ કંટારીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે ગુજરાત ગેસ કંપની ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ઝોનલ હેડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા અને લોકો દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તેવી લાગણી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તો મોરબીની સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રા.લી. કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા વિભાગના વરિષ્ઠ અધિકારી ડો. સતીશ સૈનીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પ્રદુષણ કેવી રીતે જમીનની સાથે સાથે જળાશયોમાં પણ ફેલાઈ ગયું છે જેને રોકવા માટે વૃક્ષોનું જતન અનિવાર્ય છે જયારે સિમ્પોલો વિટ્રીફાઈડ કંપનીના પ્રમુખ જિતેન્દ્રભાઈ અઘારા (સીએમડી)એ જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી કરવી આપણી સૌની જવાબદારી છે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, લોકો પોતાના જીવન દરમિયાન શુભ કાર્યોના અવસર પર વૃક્ષ વાવીને દિવસની યાદગાર બનાવે તે સામાની માંગ છે આ સંસ્થાના ગ્રુપ ચીફ ઓપરેશન ઓફિસર સચિન પાટીલે જણાવ્યું કે, પ્રદુષણ એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે. તેથી સૌએ સાથે મળીને તેની રક્ષા કરવી જોઈએ. આ તકે ભરત અઘારા, નીરવ પટેલ, ઉમાશંકર ગોદર, મિલન વાઘેલા, જયેશ અઘારા, ધીરજ અઘારા, મનસુખ કૈલા વગેરેએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતા. વાંકાનેર તાલુકાનાં માટેલ પાસે આવેલ ક્રેવિટા ગ્રેનાઇટો પ્રા.લિ.માં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષોનુ વાવેતર કરાયું હતુ. ત્યારે ગુજરાત ગેસના અધિકારી નરેન્દ્રભાઇ બારહટ, રમેશભાઇ ચાવડા, ક્ષિતિજભાઇ નાણાવટી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સિરામિક એસ,ના પ્રમુખ હરેશભાઇ બોપલિયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર સ્કૂલ ખાતે કાનૂન સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને સફળ બનાવવા માટે સંસ્થાના  સંચાલક કિશોરભાઇ શુક્લ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News