મોરબી જિલ્લામાં શુક્રવારે એક જ દિવસમાં ૩૯૮૬૯ લોકોએ મૂકવી કોરોના વેક્સીન
હળવદ-મોરબી તાલુકા પંચાયતની એક એક બેઠકની પેટા ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ
SHARE
હળવદ-મોરબી તાલુકા પંચાયતની એક એક બેઠકની પેટા ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ
મોરબી જીલ્લામાં હળવદ અને મોરબી તાલુકાની પંચાયતની એક એક બેઠક માટે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજવાની છે જેના માટે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે બંને બેઠક ઉપર ત્રણ ત્રણ ફોર્મ ભરવામાં આવેલ છે જેથી કરીને ત્રિપાંખીયો જંગ જામશે તે નિશ્ચિત છે
મોરબી અને હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં આગામી તા.૩ ઓક્ટોબરના રોજ યોજાનાર છે જેના માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ દ્વારા ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવી છે મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર-૨ બેઠક ઉપર ભાજપમાંથી દેવજીભાઇ રામજીભાઇ વરાણીયા અને અશોકભાઇ પરસોતમભાઇ વરાણીયા, કોંગ્રેસમાંથી જલાભાઇ સામતભાઇ ડાભી તથા અપક્ષમાંથી બળવંતભાઇ નથુભાઇ શેખવાએ ઉમેદવારી નોંધાવી હતી તો હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક માટે ભાજપમાથી વર્ષબેન મહેશભાઇ કોળી, કોંગ્રેસમાથી ભારતિબેન ગોપાલભાઈ દોરાલા અને આપમાથી કુકવાવ અનુબેન મયુરભાઈએ ઉમેદવારી નોંધાવી છે આમ બંને સ્થળ ઉપર ત્રિપાંખીયો જંગ જામશે