મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાગીદારીમાં ધંધો કરવાનું કહીને યુવાનને શીશામાં ઉતારીને ૮.૫૦ લાખની ઠગાઇ


SHARE









મોરબીમાં ભાગીદારીમાં ધંધો કરવાનું કહીને યુવાનને શીશામાં ઉતારીને ૮.૫૦ લાખની ઠગાઇ

મોરબીમાં રહેતા યુવાનને ભાગીદારીનો ધંધો કરવાનું કહીને શીશામાં ઉતારવામાં આવેલ છે અને તેની સાથે ૮.૫૦ લાખની ઠગાઇ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી ફરિયાદ આપેલ છે.

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચીત્રકુટ સોસાયટીમાં રહેતા નીરવ નગીનભાઈ સોલંકીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિત અરજી ફરિયાદ કરેલ છે કે, ભુપતભાઈ ઉર્ફે રજનીભાઈ શીવાભાઈ બરાસરા રહે. લીલાપર રોડ ગાશાળા સામે મોરબી વાળાએ તેઓને સાથે રાખીને માટીના વાસણો બનાવવાનો ધંધો કરવાની લાલચ આપી હતી અને તેની સાથે રૂપીયા ૮,૫૦,૦૦૦ ની ઠગાઈ રેલ છે. વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, ભુપતભાઈ ઉર્ફે રજનીભાઈએ ફરીયાદીને માટીના વાસણ બનાવવાનો ધંધો સાથે કરીએ તેવુ કહીને વાંકાનેર તાલુકાના સીધાવદર ગામ પાસે જગ્યા ભાડે રાખેલ છે. અને તે જગ્યાએ ધંધાનો માલ ખરીદવા તેમજ અન્ય ખર્ચ પેટે અલગ-અલગ જુદી તારીખે કટકે કટકે કુલ મળીને ૮,૫૦,૦૦૦ આપેલ હતા ત્યાર બાદ કોઇ ભાગીદારી કે કોઈ હિસ્સો આપેલ નહી અને ત્યાર બાદ ફરિયાદી તેના ઘરે પૈસાની ઉઘરાણી માટે ગયેલ તો ભુપતભાઈ ઉર્ફે રજનીભાઈ તેની સાથે વાત કરતા નથી અને તેની દિકરીને વાત કરવા આગળ કરે છે. અને તેમની દિકરીએ કહ્યું હતું કે, તમારે જયા જવુ હોય ત્યા જાવ અમારે તમોને કોઈ રકમ આપવાની થતી નથી. જેથી કરીને ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલમાં અરજી ફરિયાદ કરેલ છે જો કે, તેના રૂપિયા પાછા આવશે કે કેમ તે પ્રશ્ન છે.




Latest News