હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સર્વિસ રોડ ઉપરથી ગાડી કાઢવાની માથાકુટમાં હોટલના સંચાલક સહિત પાંચ શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો


SHARE













વાંકાનેરમાં સર્વિસ રોડ ઉપરથી ગાડી કાઢવાની માથાકુટમાં હોટલના સંચાલક સહિત પાંચ શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો

વાંકાનેર શહેરમાં ચંદ્રપુર પાસે અલંકાર હોટલ નજીક સર્વિસ રોડ ઉપરથી વાહન પસાર કરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સો દ્વારા પાઇપ વડે અને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હોટલના સંચાલક સહિત મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર માં ચંદ્રપુર પાસે આવેલ અલંકાર હોટલની પાછળના ભાગમાં રહેતા હરેશભાઈ બટુકભાઈ પરમાર જાતે સરાણીયા (૩૫) પોતાની બોલેરો ગાડી નંબર જીજે ૨૩ વી ૫૨૦૨ લઈને ઘર તરફ જતા હતા ત્યારે સમ્રાટ હોટલ સામે સર્વિસ રોડ ઉપર ફરિયાદી પોતાની બોલેરો ગાડી ખાલી સાઈડમાં આઇસર પાર્ક કરેલ હોય જેથી કરીને ખાલી સાઇડ તરફ બોલેરો ચલાવી જતા હતા ત્યારે લોડર ચાલક તેનું લોડર ચલાવીને સામે આવતા ફરિયાદી યુવાને લોડર ઊભું રાખવા કહ્યું હતું ત્યારે લોડરના ચાલકે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે ઇકો ગાડી ના ચાલકે ત્યાં આવી તેની સાથે માથાકૂટ કરી હતી જોકે ફરિયાદી યુવાન પોતાની બોલેરો ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ ઈકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૧૮૯૯ માં પાંચ શખ્સો તેનો પીછો કરીને તેની પાછળ આવ્યા હતા અને ત્યારે બોલેરોની આડે ઈકો ગાડી ઉભી રાખીને યુવાનને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ સમ્રાટ હોટલ વાળા અલીભાઈ રહે. સિંધાવદર વાળાએ માથામાં જમણી બાજુએ લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જોકે ઈકો ગાડીના ચાલક તથા સમ્રાટ હોટલ વાળા ઝાહિદભાઈ અને ભૂરો તેમજ સિંધાવદરના ગુલામભાઇ નામના શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાફા માર્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં સમ્રાટ હોટલના સંચાલક સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો તથા તૈયાર ૨૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ મળીને ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને મુસ્તાક ઈબ્રાહીમભાઇ કાજેડીયા જાતે મિયાણા (૨૧) રહે કાજરડા માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ
ટંકારા તાલુકાની લતીપર ચોકડી પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ઇકો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ગાડી નંબર જીજે ૩ એમઆર ૧૧૯૬ ની પાછળ ની સીટ નીચેથી પ્લાસ્ટિકના બાચકામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૧૨૦૦ રૂપિયાની કિંમતમાં દારૂ તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર મળીને ૨,૦૧,૨૦૦ ની કિંમતમાં મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને રણજીતસિંહ ટપુભા જાડેજા જાતે દરબાર (૪૨) રહે રતનપર રાજકોટ અને ઘનશ્યામસિંહ જીતુભાઈ ઝાલા જાતે દરબાર (૪૦) રહે રતનપર રાજકોટ વાળા ની ધરપકડ કરેલ છે અને આ બંને શખશો દારૂનો જથ્થો ક્યાં લઈને જતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News