મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાહત-બચાવ, વ્યવસ્થાપનની સમીક્ષા કરતાં મંત્રી કનુભાઈ દેસાઈ


SHARE









મોરબી જીલ્લામાં રાહત-બચાવ, વ્યવસ્થાપનની સમીક્ષા કરતાં મંત્રી કનુભાઈ દેસાઈ

મોરબીમાં બિપરજોય વાવાઝોડાના કારણે કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લામાં તૈયારીની સમીક્ષા હેતુ પધારેલા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને જિલ્લા કલેકટરશ્રી પાસેથી અત્યાર સુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણીને ખાસ કરીને દરીયાકાંઠાના ૦ થી ૫ કિ.મીના વિસ્તારમાં કાચા મકાનમાં તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે સંપૂર્ણ સ્થળાંતર કરવા સુચના આપી હતી. 

આ સાથે વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા તેમાં ખાસ કરીને ભોજન, પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત થાય તે જોવા તાકીદ કરી હતી. આજની આ બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના ચીફ સેક્રટરી રાજ કુમાર જોડાઇને મોરબીની તૈયારી અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચના આપી  હતી. આ બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ચીફ સેક્રેટરીએ જોડાઇને મોરબી જિલ્લામાં વહીવટીતંત્રની તૈયારી તથા અત્યાર સુધી થયેલા સ્થળાંતર સહિતની વિગતો મેળવીને જિલ્લા કલેકટરને દરીયાકાંઠાના ગામોમાં ત્વરીત સ્થળાંતર કરાવવા તેમજ વાવાઝોડાની સ્થિતિ દરમિયાન સંચાર વ્યવસ્થા જળવાઇ રહે, ત્વરાએ ઇલેકટ્રીક સપ્લાર્ય પુર્વવત થાય, રસ્તા બ્લોક ન રહે, આરોગ્ય સુવિધા ત્વરીત મળી રહે તે જોવા સૂચના આપી હતી. આ સાથે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજો રાખવા જણાવ્યું હતું. મંત્રીએ બેઠકમાં ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવાનો તંત્રને આદેશ આપ્યો હતો. વાવાઝોડા બાદ આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે અત્યારથી જ જિલ્લાના મુખ્ય તથા અન્ય આરોગ્ય કેન્દ્રોમાં બેડ, તથા અન્ય આનુસંગિક વ્યવસ્થા અંગેની ચકાસણી કરી લેવા તથા પહેલાથી ભોજન,ફુડ પેકેટ સહિતની તમામ જરૂરી તૈયારીનું આયોજન ઘડી કાઢવા ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત મુખ્ય કંટ્રોલરૂમ અને ડયુટી પર મુકાયેલા અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થાય તે રીતનું આયોજન ઘડી કાઢવા કલેક્ટરને સુચના આપી હતી.




Latest News