મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ


SHARE









મોરબી જિલ્લામાં વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ખાસ રાજ્યના દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં હાઈએલર્ટ આપી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી જિલ્લામાં વિવિધ કચેરીઓના કંટ્રોલરૂમની યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ૨૪ કલાક કામગીરી થાય એ અર્થે અલગ અલગ ટીમો બનાવી કામગીરીની સોંપણી કરવામાં આવી છે.

જિલ્લાના દરેક ગામમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની તથા સરપંચઓની યાદી પણ તેમના કોન્ટેક નંબરોની સાથે જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો મુશ્કેલી જણાય તો સીધો તેમનો પણ સંપર્ક કરી શકે છે સાથે જ એનડીઆરએફ તથા એસડીઆરએફના અધિકારીઓના પણ કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 




Latest News