મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આરએસએસ,ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા ફુડ વિતરણ


SHARE







મોરબીમાં આરએસએસ,ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા ફુડ વિતરણ

જ્યારે પણ કુદરતી આફતો આવી હોય કે માનવસર્જિત આફતો આવી હોય ત્યારે આપણને કોમી એકતાનું ઉદાહરણ જોવા મળતું હોય છે.ત્યારે મોરબીના દાવતે ઈસ્લામી કે શોબે (ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ દરિયાકાંઠા નજીકના વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમજ તેમના માટે પાણી તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.નવલખી બંદરથી સ્થળાંતરિત કરેલા લોકોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેમની માટે ઉપયોગી કામો કરવામાં આવ્યા હતા.આવા સંકટ ભરેલા સમયમાં દાવતે ઈસ્લામી કે શોબે (ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેશે તેમ જણાવ્યું હતું.મોરબીમાં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનના સભ્યોએ સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી તરફથી જણાવાયેલ છે કે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની દેખરેખ તેમજ પી.સી.જોષી ડિસ્ટ્રીક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ હાલમા ઉદભવેલ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં ઉત્પન્ન થયેલ જોખમના કારણે જુમાવાડી વિસ્તાર (નવલખી પોર્ટ) આજુબાજુમા રહેતા આશરે ૫૦ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ વર્ષામેડી ગામ પ્રાથમિક શાળામાં સ્થળાંતરીત કરવામાં આવેલ છે તેવા સ્થળાંતરીત અને આશ્રિત લોકો માટે હરિહર અન્નક્ષેત્ર (મોરબી) ના સહયોગથી ૧૦૦ ફૂડ પેકેટો તેમજ પી.એલ.વી. ટીમ મોરબી દ્વારા અલગથી ૭૦ ફૂડ પેકેટો તૈયાર કરી તમામ લોકોને વર્ષામેડી ગામ પ્રાથમિક શાળામાં ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બી.એસ.ગઢવી દ્વારા ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા.આ સેવાકીય પ્રવૃત્તિમા ડી.એલ.એસ.એ.નો સ્ટાફ અને ખાસ કરીને પારા લીગલ વોલીયન્ટર સુરેશભાઈ રાયકા, નીશીથ ઘેટીયા, આશિષ ચાવડા, યાસીન પરમારએ તેમનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું તેમ મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં સુરેશ રાયકાએ યાદી માં જણાવેલ છે.મોરબી કોર્ટના સિવિલ જજ અને સેક્રેટરી ડી.એલ.એસ બી એસ ગઢવી અને સુરેશભાઈ રાયકા તેમજ હરિહર અન્નક્ષેત્રના જમનદાસભાઇએ જહેમત ઉઠાવી હતી.

આરએસએસ

બીપોરજોય વાવાઝોડાને કારણે મોરબીનાજુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા ૨૧૦ આશ્રિતોને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા અને સંઘની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સંયુક્ત ઉપક્રમે આશ્રિતોને બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ અને સાથે સાથે સાંજના ભોજન માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવા કાર્યમાં આરએસએસ મોરબી જિલ્લા  કાર્યવાહ મહેશભાઈ બોપલિયા તથા આરએસએસ મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા તથા ભારત વિકાસ પરિષદના સચિવ હિંમતભાઈ મારવાણીયા, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, વિપુલભાઈ અમૃતિયા તથા શાળાના આચાર્ય રમેશભાઈ મસોત અને શાળા પરિવાર જોડાયો હતો.






Latest News