મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરની સેવાની ધારાસભ્યે રૂબરૂ મુલાકાત લીધી, સતવારા જ્ઞાતિની વાડીએ પણ સેવાયજ્ઞ


SHARE









મોરબી જલારામ મંદિરની સેવાની ધારાસભ્યે રૂબરૂ મુલાકાત લીધી, સતવારા જ્ઞાતિની વાડીએ પણ સેવાયજ્ઞ

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે અવિરત સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે હાલ વાવાઝોડાંના કહેર વચ્ચે મોરબી જીલ્લાના પ્રભાવિત વિસ્તારના સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અવિરત કરવામાં આવી રહી છે.તંત્ર દ્વારા લોકો ને સ્થળાંતરિત કરી વિવિધ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ છે.તે જગ્યાએ રૂબરૂ જઈ મોરબી જલારામ મંદિરના આગેવાનો ફુડ પેકેટ વિતરણ કરી રહ્યા છે.ત્યારે જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમાં યોજાઈ રહેલ આ સેવાયજ્ઞની મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર પરમાર રૂબરૂ મુલાકાત લઈ મોરબી જલારામ મંદિર ની સેવાને બિરદાવી હતી.

મોરબી શ્રી જલારામ મંદિરના સેવાકાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, દીપકભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, સચિનભાઈ કાનાબાર, પ્રવિણભાઈ કારીયા, કીશોરભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, અરવિંદભાઈ સોમૈયા, નરશીભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, ભીખાભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, જીતુભાઈ કોટક, કૌશલભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, નવીનભાઈ મહેતા, હીતેશભાઈ મેહતા, જયેશભાઈ ટોળીયા, નારણભાઈ મકવાણા, દેવરામભાઈ રામાનુજ, ચંદ્રિકાબેન માનસેતા, પ્રિતીબેન ચંદારાણા, રશ્મિબેન કોટક, દક્ષાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, લીલાબેન પુજારા, મીનાબેન ભટ્ટી, સોનલબેન ઠાકોર સહીતના જોડાયા છે.

સતવારા જ્ઞાતિની વાડીએ સેવાયજ્ઞ

મોરબીમાં બિપોરજોય  વાવાઝોડાને કારણે  મોરબી સતવારા જ્ઞાતિની વાડી કલિકા પ્લોટમાં આશરે સો- સવાસો માણસોને આશ્રય આપવામાં આવેલ  અને મોરબી  સતવારા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આ વ્યવસ્થામાં ઉપસ્થિત મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયા, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રઘુભાઈ કંઝારીયા, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, મોરબી જિલ્લા સતવારા કર્મચારીના મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, વાઘપરા સતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, મંત્રી પ્રકાશભાઈ સોનગ્રા, માધાપર સતવારા જ્ઞાતિ વાસણ સમિતિના પ્રમુખ તથા ટ્રસ્ટી હરિભાઈ કંઝારિયા, કિશોરભાઈ પરમાર, કેસુભાઈ જાદવ, રતિભાઈ મિસ્ત્રી, કાંતિલાલ ડાભી રસોઈયા હરિભાઈ કંઝારિયા વગેરે આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ બનવા પ્રયત્ન કર્યો હતો.




Latest News