મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

નવલખી બંદરે ૧૯૯૮ બાદ પહેલીવાર પોર્ટ ઉપર બે ફુટ દરીયાના પાણી ચડ્યા, હજારો ટન વજનવાળા બાર્જ-બોટ રોડ ઉપર ફેકાયા


SHARE













નવલખી બંદરે ૧૯૯૮ બાદ પહેલીવાર પોર્ટ ઉપર બે ફુટ દરીયાના પાણી ચડ્યા, હજારો ટન વજનવાળા બાર્જ-બોટ રોડ ઉપર ફેકાયા

બીપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ મોટા પ્રમાણમાં નુકસાની સર્જાય છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદરે પણ વાવાઝોડાની અસર થશે તેવી આગાહી કરવામાં આવી હતી જેથી કરીને નવલખી બંદર પાસેના સમગ્ર વિસ્તારને છેલ્લા દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને ખાલી કરાવી નાખવામાં આવ્યો હતો અને શુક્રવારે દરિયામાં હાઇટાઇડ હતી અને ત્યારે ભારે પવન અને ભારે વરસાદ હોવાથી ૧૯૯૮ બાદ પ્રથમ વખત મોરબીના નવલખી બંદર ઉપર બે ફૂટ કરતા વધુ પાણી આવી ગયું હતું અને ત્યારે હજારો ટન વજન ધરાવતા બાર્જ અને માછીમારોની બોટ દરિયાના પાણીમાંથી રોડ ઉપર ફેંકાઈ ગઈ હતી તેની સાથે જુમાવાડી વિસ્તારની અંદર આવેલ માછીમારોના કાચા મકાનોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી

વર્ષ ૧૯૯૮ માં મોરબીના નવલખી બંદરે વાવાઝોડું અથડાયું હતું ને ત્યારે વાવાઝોડાના કારણે નવલખી બંદર હતું ન હતું થઈ ગયું હતું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને નવલખી બંદરથી લગભગ દસ કિલોમીટરના અંતરે આવેલ વર્ષામેડી સુધી દરિયામાંથી બાર્જ બહાર ફેંકાઈ ગયા હતા અને તેમજ મોટા પ્રમાણમાં જાનહાનિ અને મિલકતોને નુકસાન થયું હતું ત્યારબાદ હાલમાં જે વાવાઝોડાની આગાહીઓ કરવામાં આવતી હતી તેમાં અત્યાર સુધીની સૌથી વધુ ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે તે પ્રકારની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને ખાસ કરીને જુમાવાડી વિસ્તાર અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોને ખાલી કરાવવા માટેની કામગીરી છેલ્લા દિવસોથી શરૂ કરવામાં આવતી હતી અને તા. ૧૫ તારીખે જે વાવાઝોડું અથડાવાની વાત હતી ત્યાર પહેલાં સમગ્ર દરિયાઈ પટ્ટી વિસ્તારની અંદર રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી ત્યારબાદ ૧૬ તારીખે એટલે કે શુક્રવારે સવારના ૬ વાગ્યાથી મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર દેખાવાનું શરૂ થયું હતું નવલખી દરિયાકાંઠે દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં અને સમગ્ર જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હતા અને મોબાઈલ ટાવર પણ તૂટી પડ્યા હતા ત્યારે સૌથી વધુ ખાના ખરાબી દરિયા કાંઠે થઈ હોવા અંગેની માહિતી સામે આવી છે

હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે નવલખીના દરિયામાં શુક્રવારે હાઈટાઇડ હોવાથી બપોરે બે વાગ્યાથી દરિયા નું પાણી વધવા લાગ્યું હતું જોકે દરિયામાં પાણીની ભરતી થાય ત્યારે કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને છેલ્લા દિવસોથી પોર્ટ ઉપર રાખવામાં આવેલા કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ તેમજ જુદી જુદી કંપનીના જે કર્મચારીઓને ત્યાં રહેવા માટેની છૂટ આપવામાં આવી હતી એ તમામ લોકોને બપોર પહેલા નવલખી બંદર છોડી દેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ નવલખી પોર્ટ ઉપર આવેલ વીટીએમએસ માં ફરજ બજાવતા કર્મચારીઓને પણ નવલખી બંદર ઉપર પાણીની આવક વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરત પોર્ટ ઓફિસ ખાતે મોરબી બોલાવી લેવામાં આવ્યા હતા. આમ બપોરના બે વાગ્યા પહેલા મોરબીનું નવલખી બંદર માનવ રહિત બંદર બની ગયું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો એક પણ વ્યક્તિને નવલખી બંદર ઉપર રહેવા દેવામાં આવેલ ન હતા જોકે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બપોરના બે વાગ્યા પછી જે દરિયામાં પાણીની હાઇ ટાઈટ શરૂ થઈ ત્યારે નવલખી પોર્ટની જેટી અને સમગ્ર બંદર ઉપર અંદાજે બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને જુમાવાળી વિસ્તાર પાસે જ્યાં માછીમારો રહેતા હોય છે ત્યાં લગભગ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી આવી ગયું હતું

નવલખી ના બંદર ઉપર હાઈટાઈડમાં પાણીની આવક વધી હતી ત્યારે હજારો ટન વજન ધરાવતા બાર્જ કે જેમાં દરિયાની મધ્ય મોટા સીપની અંદર આવતા કોલસાના જથ્થામાંથી કોલસો નવલખીના બંદરે જેટી સુધી લેવામાં આવતો હોય છે અને ત્યાંથી ટ્રક મારફતે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાં તે કોલસાને મોકલવામાં આવતો હોય છે આવું જ હજારો ટન વજન ધરાવતું બાર્જ નવલખીના દરિયામાં પાણી વધવાના કારણે દરિયામાંથી ફેકાઈને રોડ ઉપર આવી ગયું હતું આટલું જ નહીં પરંતુ જુમાવાડી વિસ્તારમાં રહેતા ૮૦૦ જેટલા માછીમારોની જે બોટ દરિયાના કાંઠે લાંગરી દેવામાં આવી હતી તે પણ દરિયાનું પાણી વધવાના કારણે એકબીજા સાથે અથડાઈને તેમજ પાણી વધવાના કારણે રોડ કાંઠે ફેકાઈ જવાથી બોટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને મોટાભાગના માછીમારો પોતાની સાથે ખાદ્ય સામગ્રી અને કપડાં સિવાયની વસ્તુઓ લઈને ગયા ન હતા જોકે નવલખી બંદર ઉપરથી જે પાણીની આવક વધી અને જુમાવાળી વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ જેટલા જે પાણી ભરાઈ ગયા હતા તેમાં માછીમારોના ઘરની અંદર રહેલા માલ સામાનને પણ મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે આમ મોરબી જિલ્લાની અંદર વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌથી વધુ તારાજી નવલખી બંદર ઉપર અને નવલખી બંદર પાસે આવેલ જુમ્માવાડી વિસ્તારમાં થઈ હોવાનું જાણવા મળેલ છે






Latest News