મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે અને વાંકાનેરના પાડધરામાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









હળવદ તાલુકામાં બે અને વાંકાનેરના પાડધરામાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળદર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં અલગ અલગ બે જગ્યાઓ પર કેનલના પાણીમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નીપજયાં હતા તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા ગામે નદીમાં કોઈ કારણોસર ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજયું હતું આમ પાણીમાં ડૂબી જવાના લીધે જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત નિપજતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા (૪૫) નો મૃતદેહ હળવદ તાલુકાનાં રણમલપુર અને ઘણાદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મળી આવ્યો હતો જેથી કરીને કેનાલના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી

જ્યારે બીજા બનાવમાં હળવદમાં હરીદર્શન હોટલ પાછળના ભાગમાં આવેલ નર્મદા કેનાલના ચાલુ પ્રવાહમાં દીપકભાઈ રમેશભાઈ માનકર જાતે આદિવાસી ભીલ (૨૩) રહે મૂળ એમપી હાલ રહે. હરીદર્શન હોટલની પાછળ વાળો ન્હાવા માટે પડ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા તે કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તેની ડેડબોડી કેનાલના પાણીમાંથી મળી આવતા આ બનાવ અંગેની દિલીપભાઈ દુરજીભાઈ તળવી જાતે આદિવાસી (૩૪) રહે. મૂળ એમપી હાલ રહે હરીદર્શન હોટલ પાછળ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

તો વાંકાનેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ (૧૮) નામનો યુવાન વાંકાનેર તાલુકાના પાડધરા ગામેથી પસાર થતી નદીમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને ત્યાં તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News