મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં એકના ડબલ કરવાની લાલચ આપનારી ત્રિપુટીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





























માળીયા (મી)માં એકના ડબલ કરવાની લાલચ આપનારી ત્રિપુટીના બે દિવસના રિમાન્ડ મંજૂર


માળીયા (મી) તાલુકાના ચાચાવદર ગામના પાટિયા પાસે કચ્છના નાની ચીરઇ ગામના યુવાનને બોલાવીને એકના ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી રોકડા એક લાખ લઈને તેની સામે કેમિકલકાગળ સહિતનું મટિરિયલ્સ આપીને એક લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

મૂળ કચ્છ જિલ્લાના નાની ચિરઇ ગામના રહેવાસી અને ખેત મજૂરી કરતા હરેશભાઈ સવાભાઈ બઢિયા (૪૦) ને આરોપી જુમાભાઈ અયુબભાઈ મુસ્લિમ રહે નાની ચીરઇગુલાનભાઈ ઉમરભાઈ તેમજ વિરલભાઇએ રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસે બોલવ્યા હતા અને તેની નજરની સામે કાળા કલરનો કાગળ બતાવીને તેની પાણીમાં સાફ કરીને ચલણી નોટ બનાવીને બતાવી હતી અને ફરિયાદી યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી રૂપિયા એક લાખ રૂપિયા મેળવ્યા હતા અને તેને કાળા કાગળ અને કેમિકલ તેમજ પાવડર આપવામાં આવ્યો હતો જો કે તેમાથી ચલણી નોટ નહીં બનતા યુવાને એકના ડબલ રૂપિયા આપવાનું કહીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી તેને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયા પોલીસે સામખીયાળી તરફથી મોરબી તરફ આવતી મારુતી સુઝુકીની SX4 કાર નં. જીજે ૧૨ બીએફ ૫૭૫૨ ને રોકીને ચેક કરતાં તેમાથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી

જેથી પોલીસે સફેદ કલરના પાઉડરનું એક પેકટસફેદ કલરની કટકીનુ એક પેકટએક લાખ રૂપિયાછ મોબાઇલબે કાચની ખાલી બરણીબે પ્રવાહી ભરેલ કાચની બરણીબે પેકેટ કાળા કલરના પેપરત્રણ સફેદ કલરની સેલોટેપકાળા કલરની એશીયન પેઇન્ટની એક ડબીકલીનીક પ્લસ સેમ્પના નાના ૧૦ પાઉચપાવડરના સેમ્પલ રાખેલ બે ડબી અને સેલોટેપ વીટાળેલ નાની ડબી જેમા સફેદ કટકીઓ ભરેલ હતી તેવી બે મળી આવી હતી જેથી પોલીસે કારમાં બેઠેલા ગુલામભાઇ ઉમરભાઇ બુચડ જાતે મિયાણા (ઉ.વ ૩૭) ધંધો લાઈટ ફીટીંગ રહે. હેમલાઇ વિસ્તાર ઇમામના ડેલા પાછળ અંજાર જિલ્લો કચ્છજુમાભાઇ અયુબભાઇ કોરેજા જાતે મુસલમાન (ઉ.વ ૨૦) રહે. હાલ નાની ચીરઇ જિલ્લો કચ્છ અને વિરલભાઇ મદનલાલ શર્મા જાત મહારાજ (ઉ.વ ૩૩) રહે. હાલ હિમતપુરા મગલેશ્વર મંદિર પાછળ ભચાઉ જિલ્લો કચ્છ વાળાની એકના ડબલ કરવાની લાલચ આપીને કરવામાં આવેલ છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી અને આ શખ્સોનો બીજા કોઈ વ્યક્તિ શિકાર બનેલા હોય તો પોલીસનો સંપર્ક કરવા માટે અધિકારીએ જણાવ્યુ છે 
















Latest News