હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરતા બે લવર મુછીયા પકડાયા


SHARE







વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરતા બે લવર મુછીયા પકડાયા


મોરબી જિલ્લાના વાંકાનેર પાસે નેશનલ હાઇવે ઉપર મોટર સાયકલના જોખમી સ્ટંટ કરતા ઇસમોનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હતો જેથી કરીને પોલીસે તાત્કાલીક અસરથી બાઈકના જોખમી સ્ટંટ કરનાર શખ્સને ઝડપી લીધેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 મોરબી જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં આઇ.ડી. ઉપર મોટર સાયકલના જોખમી સ્ટંટ કરતા ઇસમોનો વિડીયો અપલોડ કરવામાં આવેલ હતા અને તેમાં વાંકાનેર પાસે નેશનલ હાઇવે ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો દેખાઈ રહ્યા હતા જેથી કરીને એસપીની સૂચનાથી વાંકાનેર નેશનલ હાઇવે જોખમી સ્ટંટ કરતા ઇસમોને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઈ બી.પી. સોનારાએ સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ વીડીયો અંગેની માહીતી મેળવવા અને જોખમી સ્ટંટ કરનાર ઇસમોને તાત્કાલીક પકડી પાડવા સ્ટાફને સૂચના આપી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં Raider-king-09 નામની આઇ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલ વીડીયોમાં મોટર સાયકલ ઉપર નેશનલ હાઇવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો જોવા મળ્યા હતા જેથી પોલીસે બાઈકના સ્ટંટ કરનાર સચીનભાઇ ભગવાનજીભાઇ જાદવ જાતે કોળી રહે. દિગ્વીજયનગર વાંકાનેર અને રેહાન રમજાન રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે આ કામગીરી પીએસઆઈ બી.પી.સોનારાની સૂચન મુજબ કિશોરભાઇ સોલગામા, ભરતભાઇ આલ, મહિપતસિંહ ચૌહાણ, વી.એન.સારદીયા, વિપુલભાઇ નાયક, દિપકસિંહ કાઠીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા, બીપીનભાઇ પરમાર, લીંબાભાઇ રબારી, હરીચંદ્રસિંહ ઝાલા, રવિભાઇ કલોતરા, વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલાએ કરેલ છે.






Latest News