મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિવન આશ્રમ, નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે


SHARE









મોરબીમાં શાંતિવન આશ્રમ, નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે

ગુરપૂર્ણિમાની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલ શાંતિવન આશ્રમ, મોરબીના બગથળા ગામે આવેલ નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે જેના માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે

જોગ ધ્યાનપુરા આશ્રમ
ગુરુપૂર્ણિમાના અવસર પર જોગ ધ્યાનપુરા આશ્રમ થાનગઢ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએથી એટલે કે તા.૨-૭ ના રોજથી ઉજવણી શરૂ કરવામાં આવશે અને બીજા દિવસે સવારે સુંદરકાંડ, બપોરે આનંદનો ગરબો, રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પાબેન પટેલ, વિવેક સંચાલા, મનસુખ વસોયા જેવા સાહિત્યકારો જમાવટ કરશે અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજા સવારે ૯ કલાકે, ૧૦ કલાકે ધ્વજાજી આરોહણ વિધિ અને ૧૧ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ કરવામાં આવશે તો ગુરુપૂર્ણિમાના દિવસે ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે

નકલંક મંદિર
આગામી ગુરુપૂર્ણિમાનાં દિવસે મોરબી તાલુકાનાં બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે ત્યારે તા ૩ ને સોમવારે સવારે ૯ વાગ્યે ગુરુજીનું મહાપૂજન તેમજ ગુરુજીની આરતી કરવામાં આવશે ત્યાર બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે મંદિરના મંહત દામજીભગત તથા સમસ્ત ટ્રસ્ટીઓએ તેમજ સમસ્ત બગથળા ગામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

શાંતિવન આશ્રમ
મોરબીમાં શાંતિવન આશ્રમ ખાતે સદગુરુ કેશવાનંદ બાપુ ગુરૂદેવ મહેશ્વરાનંદ બાપુના સાનિધ્યમાં તા. ૩ જુલાઈને અષાઢ સુદ પુનમને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે ત્યારે સવારે ૭ કલાકે ગુરૂપૂજન તથા ગુરૂ યાગનું આયોજન કરેલ છે તેની સાથોસાથ સત્યનારાયણની કથા અને રાતે સંતવાણી પણ રાખવામા આવી છે આ સંતવાણીમાં ભજનિક લલીતાબેન ધોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, ઉસ્તાદ લાલાભાઈ, ઉસ્તાદ દેવાંગભાઈ  સહિતના જમાવટ કરશે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે શાંતિવન આશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News