મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે સર્વિસ સ્ટેશનમાં રિવર્સમાં આવેલ વાહન નીચે દબાઈ જવાથી આશાસ્પદ યુવાનનું મોત


SHARE













મોરબીના ટિંબડી પાટીયા પાસે સર્વિસ સ્ટેશનમાં રિવર્સમાં આવેલ વાહન નીચે દબાઈ જવાથી આશાસ્પદ યુવાનનું મોત

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાં વાહન રિવર્સમાં લેવડાવતા સમયે વાહન નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી ગંભીર ઇજા થતાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામે રહેતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ (૩૮) નું આવળ સર્વિસ સ્ટેશન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ છે અને ત્યાં વાહનને રિવર્સમાં લેવડાવવા માટેની કામગીરી દરમિયાન વાહન ઝડપથી પાછું આવી જતા તેની ઝડપે ચડી જવાથી દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને બે દીકરીઓ છે અને અકસ્માતના આ બનાવના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે જો કે, હાલમાં પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહેલા અરજણભાઈ દેવકારણભાઈ જીવાણી (૫૦) ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેઓને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News