ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી સર્વિસ સ્ટેશનમાં ટ્રક રિવર્સ લેતા સમયે દબાઈ જવાથી યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE











મોરબીના ટિંબડી સર્વિસ સ્ટેશનમાં ટ્રક રિવર્સ લેતા સમયે દબાઈ જવાથી યુવાનનું મોત: ગુનો નોંધાયો

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાં વાહન રિવર્સમાં લેવડાવતા સમયે વાહન નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી ગંભીર ઇજા થતાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં મૃતકના પિતાએ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી  છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામે રહેતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ (૩૮) નું આવળ સર્વિસ સ્ટેશન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ છે અને ત્યાં વાહનને રિવર્સમાં લેવડાવવા માટેની કામગીરી દરમિયાન વાહન ઝડપથી પાછું આવી જતા તેની ઝડપે ચડી જવાથી દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને બે દીકરીઓ છે અને અકસ્માતના આ બનાવના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે આ બનાવમાં મૃતકના પિતા ચંદ્રસિંહ જયમલસિંહ રાઠોડ જાતે-કારડિયા રાજપુત (૬૪) રહે.  ટિંબડી વાળાએ હાલમાં સફેદ કલરની કેબીન વાળુ ટાટા કંપનીનુ ટ્રક રજી નં- આરજે ૧૯ જીએફ ૮૧૬૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને સ્થળ ઉપર વાહન છોડીને ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહેલા અરજણભાઈ દેવકારણભાઈ જીવાણી (૫૦) ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેઓને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News