મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામની સીમમાં વાડીએ મહિલાએ અંતિમ પગલું ભર્યું: બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE









મોરબીના કોયલી ગામની સીમમાં વાડીએ મહિલાએ અંતિમ પગલું ભર્યું: બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરીકામ કરતી આદિવાસી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં પ્રવીણભાઈ કાનાભાઈ પટેલની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શ્યામભાઈ આદિવાસીના પત્ની સુમનબેન (૨૨)એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે દીકરા હતા જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીને મહિલાએ આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને મહિલાએ આપઘાત કરી લેતા તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં આવેલ મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા યુનુસભાઈ અભરામભાઇ હાલા જાતે સંધિ (૪૬) રહે. મિલ પ્લોટ ફારુકી મસ્જિદ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૮૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News