મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃતી પછી પણ નિયમિત શાળાએ બાળકોને ભણાવતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી


SHARE









મોરબીમાં નિવૃતી પછી પણ નિયમિત શાળાએ બાળકોને ભણાવતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી

મોરબીના દેવકરણભાઈ સુરાણી નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસ કી ગોદ મે ખેલતે હૈ” આ ઉક્તિને તેઓ સાર્થક કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે મોરબીમાં શનાળા રોડ પર આવેલ પી.જી. ક્લોક સોસાયટીની પાછળ આંબાવાડી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં હાલ ૨૩૭ વિદ્યાર્થીઓ છે અને માત્ર ત્રણ શિક્ષકો જ કામ કરે છે. જેના કારણે બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી જતા હતા આ બાબત નિવૃત શિક્ષક દેવકરણભાઈ સુરાણીના ધ્યાન પર આવી હતી અને તેઓ છેલ્લા દશેક મહિનાથી આ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવે છે.નવાઈ અને ગૌરવની વાત તો એ છે કે તેઓ પોતાના ફરજ કાળમાં ક્યારેય આ શાળામાં ફરજ બજાવી નથી એમને પોતાની મોટા ભાગની ફરજ શકત શનાળા ગામે બજાવી હતી છેલ્લે હરિપર ગામે નિવૃત્ત થયા હતા આમ આંબાવાડી શાળા સાથે એમને ફરજનો કોઈ નાતો ન હોવા છતાં શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓના બગડતા શિક્ષણથી એમને દુઃખ થયું અને છેલ્લા પાંચ વર્ષથી નિવૃત થયા હોવા છતાં નિવૃત્તિ બાદ પણ ચોક પકડીને પ્રવૃતિશીલ બન્યા, દેવકરણભાઈ સુરાણી સાથે જેમને વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત કરી હતી અને અને એમના વર્ગ કાર્યને નિહાળ્યું હતી અને તેમની સેવાને બિરદાવી હતી




Latest News