મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ખાતે સોનાલધામ અને ચારણસમાજ વાડીનું નવનિર્માણ કરાયુ


SHARE









મોરબી ખાતે સોનાલધામ અને ચારણસમાજ વાડીનું નવનિર્માણ કરાયુ

શ્રી ચારણ ગઢવી સમાજ મોરબી અને યુવા ટીમ દ્વારા મોરબી ખાતે આઈશ્રી સોનલમાઁના મંદિર તેમજ સમાજ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારે દાતાઓ અને કાર્યકરોની ટીમ દ્વારા આ કપરું કાર્ય ટૂંકા સમયની અંદર પાર પાડવામાં આવ્યું છે ત્યારે શ્રી ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા મોરબી ચારણ ગઢવી સમાજને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ઉપરાંત સોનલ માતાના મંદિર તથા સમાજવાડીના નિર્માણ કરવા માટે યુવા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતુ.મોરબી ખાતે ખૂબ જ ટૂંકા સમયમાં મોરબી ચારણ ગઢવી યુવા ટીમ દ્વારા પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાઁના ભવ્ય મંદિર અને સમાજવાડીનું નિર્માણ કરવામાં આવેલ છે.જેમાં આ ટીમના કાર્યકરો દ્વારા ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યુ છે.ખુબ જ ટુંકા સમયમાં કામ પાર પાડવામાં આવ્યું હોય અને આવનાર પેઢીને એક નવી દિશા આપી છે ત્યારે શ્રી ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટીઓ દ્વારા મોરબીની આ યુવા ટીમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું




Latest News