મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ થયો: ડો. દીપિકા સરડવા


SHARE









પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ થયો: ડો. દીપિકા સરડવા

ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજી વડાપ્રધાન મોદીજીના નવ વર્ષના સુશાસનની વિકાસ ગાથા અને પ્રજાના હિતલક્ષી મહિલા સશક્તિકરણ સહિતની અનેક યોજનાઓના લાભ ગુજરાતની પ્રત્યેક મહિલાને મળે તે માટે ગુજરાતના ગામડે ગામડે, ઘર ઘર અને જન જન સુધી સતત પહોંચાડી રહ્યાં છે.

 વધુમાં  કન્યાના જન્મથી જ સરકાર લે દરકાર ધ્યેયમંત્ર અન્વયે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કરીને, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સુકન્યા સમૃદ્ધિ યોજના,વ્હાલીદિકરી યોજના, વિદ્યાર્થીની દીકરીઓને વિનામૂલ્યે એસટી બસ પાસ,  સરસ્વતી સાધના યોજના, સગર્ભા મહિલાઓને પ્રસુતિની રજા 12 અઠવાડિયાથી વધારી 26 અઠવાડિયા કરી,  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મંડળની રચના, મુદ્રા યોજના જેવી અનેક યોજનાઓથી મહિલાઓને પગભર કરી આત્મનિર્ભર બનાવી છે. ઉજજવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સહિતની અનેક યોજનાઓ થકી મહિલાઓને લાભ આપવામાં આવ્યા છે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજીએ જણાવ્યું હતું.

ભાજપ દ્વારા શરુ કરાયેલા જનસંપર્ક અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ગુજરાતના ગામડે ગામડે અને શહેરોમાં ભાજપના નવ વર્ષના સુંદર શાસનની વણથંભી વણઝારને થંભ્યાં વિના સતત આ વિકાસ ગાથા અને પ્રજાલક્ષી યોજનાઓથી કોઈ વંચિત ન રહે સૌ તેનો લાભ મેળવે અને ભાજપન ગૌરવવંતા આ નવ વર્ષના શાસનમાં દેશહિતમાં લેવાયેલા અનેક અભૂતપૂર્વ નિર્ણયોની ગાથાથી રાજ્યની તમામ મહિલાઓને માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે ડો. દિપીકાબેન સરડવા ત્યારે આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન. પી. કાંજીયાએ ઉપસ્થિતિ રહીને સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.




Latest News