મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરી


SHARE









વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરી

ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટિક મુક્તિ માટેની એક વૈશ્વિક પહેલ કરી રહ્યાં છે. જેને અનુલક્ષીને દર વર્ષે ૩ જી જુલાઇએ "આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુકત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ સૌ નાગરિકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દુર રાખવા પ્રોત્સાહિત કરવાની સાથે કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ “પર્યાવરણ” જેનું જતન કરવાનું છે.

ભારતનું બંધારણ આપણને યાદ અપાવે છે કે “ભારતના નાગરિક” હોવાના કારણે રાષ્ટ્ર પ્રત્યેની આપણી એક નાગરિક તરીકે ની જવાબદારીઓ છે જેના થકી રાષ્ટ્રને મહાન અને સુરક્ષિત બનાવી શકાય. પ્લાસ્ટિક મુક્ત એક ખૂબ જ મહત્વનું પગલું નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવામાં આવ્યું છે અને એને અમલ કરવું દરેક નાગરિકની ફરજ અને જવાબદારી છે જેથી આવનારી પેઢી ને આપણે સારું અને સુરક્ષિત પર્યાવરણ આપી શકીએ.

“પ્લાસ્ટિક મુક્ત ભારત” એ વિચારને અનુસરવું અધરું જરૂર છે ૫ણ અશકય તો નથી જ. આપણી ફરજ છે કે, સમગ્ર સૃષ્ટિ અને તેમાં વસતા માણસો અને જીવ જંતુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા આપણું યોગદાન આપીએ અને પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે અથાગ પ્રયત્ન કરી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૫ણ ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જન આંદોલન છેડવા આહવાનની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત પણ હાથ ધરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલા આહ્વાનને અનુરૂપ ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે નિશ્ચિત પગલાં લઈ રહ્યું છે. ત્યારે પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને રોકવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બે સ્તંભો સાથેની વ્યૂહરચના અપનાવી છે ઓળખાયેલ સિંગલ-યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધનો અમલ, અને અમલીકરણ. પ્લાસ્ટિક પેકેજિંગ પર વિસ્તૃત ઉત્પાદક જવાબદારી. પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી (ઇપીઆર) માટેની માર્ગદર્શિકા ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સૂચિત કરવામાં આવી હતી

પ્લાસ્ટિકને નાશ થતાં ૧૦૦૦ વર્ષો વર્ષથી પણ વધુ સમય લાગે છે. તેને બાળવાથી પણ તે પર્યાવરણમાં ડાયોક્સીન સહિત હાનિકારક વાયુઓ છોડે છે. પયૉવરણ માટે ભારોભાર નુકસાનકારક એવા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક જાગૃત નાગરિક તરીકે હવા, પાણી, જમીન અને આરોગ્ય માટે ખુબ જ હાનિકારક એવા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળીને દરેક વ્યક્તિએ પર્યાવરણનું જતન કરવું તે હાલનાં ગ્લોબલ વોર્મિંગનાં સમયની માંગ છે અને એ સૌની નૈતિક ફરજ બને છે.

 પ્લાસ્ટિક પ્રદુષણના કારણો, અસરો અને ઉપાયો

પ્લાસ્ટિકનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો હોવાથી સૌથી વધારે પ્લાસ્ટિક પ્રદૂષણ જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટિકથી ઉત્પન્ન થતો કચરો વાતાવરણમાં વર્ષો વર્ષ સુધી રહે છે. જેને કારણે પાણી, જમીન અને વાયુ પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકની બોટલો અને કોથળીઓ રીસાઈકલ ન થવાને કારણે જમીનમાં દટાતી જાય છે જેને કારણે કેટલાક હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે માટીની ગુણવત્તાને ઘટાડીને વૃક્ષોની વૃદ્ધિને અટકાવે છે. પ્લાસ્ટિકને બાળવાથી તેમાં રહેલો કાર્બન હવામાં ભળે છે અને તે વાયુ પ્રદુષણ ઉત્પન્ન કરે છે જે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનકર્તા છે. ત્યારે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સ્વચ્છ અને ગ્રીન ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. દરેક વ્યક્તિએ આ અભિયાનમાં ભાગ લેવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. દરેકની મદદથી ભારતને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર બનાવી વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ છીએ.




Latest News