મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE













મોરબીમાં ડો. બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવેલ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા સરકારી કુમાર છાત્રાલયમાં વિનામુલ્યે પ્રવેશ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં અનુસૂચિત જાતિના મેડીકલ, એન્‍જીયરીંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પુરતી તક આપવાના હેતુ માટે નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે.

છાત્રાલયોની યાદી https://esamajkalyan.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ સરકારી છાત્રાલયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ મેળવવા ઇચ્છુક અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.  આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.  જેની આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ રહેશે. વધુ માહિતી માટે મોરબીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હોસ્ટેલ), ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, શોભેશ્વર રોડ, મોરબી અથવા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન રૂમનં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ખાતે ફોન નં.૦૨૮૨૨-૨૪૨૨૨૪ પર સંપર્ક કરવા અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News