મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બે ટ્રક અથડાતા એકને ઈજા, સારવારમાં


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે બે ટ્રક અથડાતા એકને ઈજા, સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ હોટલ પાસે બે ટ્રક અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત થયેલા નિસારભાઈ મહેબૂબખાન પઠાણ (૩૪) રહે.બંધુનગર વાંકાનેર હાઇવે મોરબી-૨ વાળાને ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે રહેતા મણીબેન પરબતભાઈ ચાવડા નામના ૮૪ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન બાઈકની આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા મણીબેન ચાવડાને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

નવોઢા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામે રહેતી અને મુળ મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાની સુલતાનપુર ગામની રહેવાસી મમતાબેન અરવિંદભાઈ કટારા નામની ૨૦ વર્ષીય આદિવાસી પરિણીતા ભૂલથી રસોઈ બનાવતા સમયે બાજુમાં પડેલ સીસામાંથી ટર્પેઇન્ટાઇન પી જતા તેણીને મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ પીએચસી ખાતે સારવારમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.મમતાબેનનો લગ્ન ગાળો છ માસનો જ હોય હાલ માળીયા પોલીસ મથકના આર.એમ.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા નામના ૪૫ વર્ષીય યુવાને પણ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

શોટ લાગતા સારવારમાં

મોરબીના વીસીપરા પાસે આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતી રમીલાબેન મૂળજીભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય યુવતીને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેને સારવાર માટે અહિંની સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વી.ડી.મેતાએ તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ કલ્યાણ સીરામીકમાં રહેતા અને મજુરીકામ કરતા કૌશલપાલ દયાવાનપાલ નામના ૫૮ વર્ષીય આધેડ બાઈક લઈને હાઈવે ઉપરથી જતા હતા તે દરમિયાન કોઇ ટ્રક ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા કૌશલપાલને ઇજાઓ થતાં અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News