મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

નવલખી પાસેના જુમાવાડીના લોકોને કેશડોલની સહાય ચુકવવાની માંગ


SHARE









નવલખી પાસેના જુમાવાડીના લોકોને કેશડોલની સહાય ચુકવવાની માંગ

મોરબી જીલ્લામાં પણ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા હતી જેથી નવલખી પાસેના જુમાવાડી વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતી અને તા ૧૩/૦૬/૨૦૧૩ થી ૧૬/૦૬/૨૦૨૩ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની આગાહી હતી જેથી ત્યાંના ૧૨૦૦ થી વધુ લોકોને ન્યુ નવલખી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર થવા માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીના કહેવાથી ગયા હતા અને જુમાવાડી વિસ્તારના તમામ લોકો સ્થળાંતર થઈ ગયેલ હતાં. પરંતુ ૧૨૦૦ થી વધુ લોકોને પ્રાથમિક શાળા ખાતે રહી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ જે લોકોને તેમના સગા-સંબંધીના ઘરે જવું હોય તેને જવા માટે કહેવામા આવ્યું હતું જો કે, તા. ૧૭/૦૬/૨૦૨૩ ના રોજ તાલુકાની ટીમ દ્રારા કેશડોલ સહાય ચુકવવામાં આવેલ ત્યારે તેમણે માત્ર પ્રાથમિક શાળામાં સ્થળાંતર લોકોને જ સહાય ચુકવી છે જેથી કરીને તેનો તે લોકોએ અસ્વીકાર કરેલ છે અને જુમાવાડી વિસ્તારના તમામ ૧૨૦૦ થી વધુ લોકો કે જેમનું સ્થળાંતર કરવામાં આવેલ છે તેને કેશડોલ ચુકવવામાં આવે તથા ઘરવખરી નુકશાનીની સહાય ચુકવવામાં આવે તેવી જુસબભાઈ ઓસમાણભાઈ સાંઈચાની આગેવાની હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે




Latest News