હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા પાસે અકળ કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના આંદરણા પાસે અકળ કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામ પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા વાડી વિસ્તારમાં રહેતો દલાભાઈ બસીરભાઈ નાયક (૨૦) નામનો યુવાન મોરબી તાલુકાના અંદરણા ગામ તરફ જતા રસ્તા ઉપર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાને કયા કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા ગાયત્રીબેન નારાયણસિંઘ (૪૫) છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હોય તેની તબિયત વધુ બગડતા તેના પતિ નારાયણસિંઘ વાહનમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News