હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં


SHARE







વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, વાંકાનેર તાલુકાની હદનો બનાવ હોવાથી ત્યાં જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ઓવર બ્રિજ પાસે એડોર સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ શિંગાળાનો સાત વર્ષનો દીકરો કિશન બીજા માળેથી નીચે પડતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદ હોવાથી ત્યાં જાણ કરેલ છે

અકસ્મામાં ઇજા

મોરબી શહેરમાં દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં રહેતા હસમુખભાઈ હેમરાજભાઈ સુરેલીયા (૬૭) વાંકાનેર દરવાજા પાસેથી લખધીરવાસ ચોક તરફ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવમાં વૃદ્ધને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News