બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને દારૂ પીવડાવીને માર મારતા સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીમાં યુવાનને દારૂ પીવડાવીને માર મારતા સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા યુવાનને નશો કરાવ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હોય મોરબી સિવિલે સારવાર માટે લવાયો હતો અને અહીંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ધનસુખ દેવજીભાઈ વાઘેલા નામના ૨૬ વર્ષના યુવાનને ધુળકોટ ગામે આમરણ રોડ ઉપર કોઈના દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યા બાદ ધનસુખભાઇને માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલ ધનસુખ વાઘેલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે આ બનાવની આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર્તિક લલિતભાઈ શાહ (૨૬) રહે.મારૂતિ ગોલ્ડ સિરામિક પાસે લાલપર વાંકાનેર હાઇવે મોરબી-૨ ને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી સતિષભાઈ ઉર્ફે ચતુરભાઈ ખાંભળીયા નામના ૫૦ વર્ષીય આધેડને ભલગામડા રોડ નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ રોડ ઉપરની જવાહર સોસાયટીમાં રહેતા કિશન દેવાભાઈ ભરવાડ નામના છ વર્ષના બાળકને સ્કૂલ ટીચરે માર માર્યો હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે રચના સ્કૂલમાં અભ્યાસ કરતા કિશન ભરવાડ નામના છ વર્ષના બાળકને શાળાના કોઈ ટીચર દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યા છે.




Latest News