મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામેથી બુલેટ ચોરીને એમપીમાં મોજ કરતો શખ્સ પકડાયો


SHARE









મોરબીના શનાળા ગામેથી બુલેટ ચોરીને એમપીમાં 'મોજ' કરતો શખ્સ પકડાયો

મોરબી નજીકના શનાળા ગામેથી થોડા સમય પહેલા બુલેટની ચોરી થઈ હતી અને જે સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી હતી દરમિયાનમાં આ બુલેટ ચોરીના કેસમાં સંડોવાયેલ ઇસમની એમપી ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.મોરબીથી બુલેટ ચોરીને તે એમપીમાં ફરતો હતો દરમિયાનમાં ત્યાંની પોલીસે તેને પકડ્યો હતો અને તેની પાસે બુલેટના ડોકયુમેન્ટ માંગતા તેની પાસે કાગળ ન હોય આ અંગે ઉલટ તપાસ કર્યા બાદ એમપી પોલીસ દ્રારા મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ મથકના એમ.પી. ઝાલા દ્વારા હાલમાં મહેન્દ્ર મગન મહિડા (૩૫) રહે.મગરદા થાના જિલ્લો ધાર મધ્યપ્રદેશ વાળાની વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.તેઓના પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના શનાળા ગામે આવેલ નીતિનનગર વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું બુલેટ ચોરી થયું હતું અને આ બુલેટ ચોરીને મહેન્દ્ર મહિડા ભાગી ગયો હતો અને ત્યાં એમપીમાં તેને એમપી પોલીસે પકડ્યો હતો અને બાદમાં મોરબી પોલીસને જાણ કરતા ત્યાં પહોંચીને આરોપીનો વાહન સાથે કબ્જો સંભાળ્યો હતો અને બાદમાં તેને રીમાંડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જો કે કોર્ટે રિમાંડ ના મંજૂર કરતા હાલ વાહન ચોરીના ગુનામાં મહેન્દ્ર મગન મહિડા નામના મધ્યપ્રદેશના આદિવાસી યુવાનને જેલ હવાલા કરાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામના રહેવાસી ગીતાબેન ધીરજલાલ વાઘેલા નામના ૩૮ વર્ષના મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના નવલખી રોડ ઉપર લુંટાવદરથી પીપળીયા તરફ જતા રસ્તે ખાખરાળા ગામ નજીક રેલ્વે ફાટક પાસે બે બાઈક અથડાયા હતા જે બનાવમાં ગીતાબેન વાઘેલાને ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News