વાંકાનેર નજીકથી ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની ૨૦૧૬ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, એકની શોધખોળ
વાંકાનેરના અમરસરથી મિતાણા સુધીનો રોડ પહોળો કરવા ઝબીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત
SHARE
વાંકાનેરના અમરસરથી મિતાણા સુધીનો રોડ પહોળો કરવા ઝબીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર અકસ્માત સર્જતા હોય છે અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મિતાણા રોડને પહોળો કરવા માટે થઈને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ મોરબી જિલ્લાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબી જિલ્લાના માર્ગ મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં આવતા સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મીતાણા રોડ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં અમરસરથી વાલાસણ સુધી ૫.૫૦ મીટરની પહોળાઈ, વાલાસણથી ડેમ સુધી ૪ કિલો મીટર સુધી ૩.૭૫ મીટરની પહોળાઈ અને ડેમથી મીતાણા સુધી ૭ મીટરની પહોળાઈ છે આમ એક જ રસ્તા ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને અવારનવાર અકસ્માત અને ટ્રાફિકજામ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને વાલાસણથી ડેમ સુધી ચાર કિલોમીટરનો જે રસ્તો સાંકડો છે તે રસ્તાને પહોળાઈ વધારવામાં આવે તેના માટે થઈને રજૂઆત કરવામાં આવી છે અને આ રસ્તો સાંકડો હોવાના કારણે જે અકસ્માતો થાય છે તેના નિવારણ માટે થઈને વહેલામાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ રજૂઆત કરેલ છે