હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા
મોરબીમાં બીમારી સબબ આઠ માસના બાળકનું મોત
SHARE
મોરબીમાં બીમારી સબબ આઠ માસના બાળકનું મોત
મોરબીના લાલપર નજીક રહેતા પરિવારના આઠ માસના બાળકનું બીમારી સબબ મોત નીપજયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિસમ સિરામીકમાં લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા દેવેન્દ્રકુમાર વસૌટના આઠ માસના બાળક સિદ્ધાંતને બીમારી સબબ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. સિદ્ધાંતને તાવ-શરદીને લીધે સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હોય તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો અકબર કરીમભાઇ નોબે નામનો ૪૭ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર આવેેલ શક્તિ ચેમ્બર નજીક અજાણ્યા રિક્ષા ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા અકબરભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના શનાળા ગામે રહેતો રમેશ વીશાભાઈ સાવરીયા નામનો ૪૬ વર્ષીય યુવાન ધવલ મિલની વાડીએ દારૂના નશામાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા રમેશભાઈ સાવરીયાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મુળ મધ્યપ્રદેશનો અને હાલ ટંકારાના હડમતીયા ગામે રહેતા અક્ષયસિંહ મીથ્થાસિંહ હટીલા જાતે કોળી નામના ૨૮ વર્ષીય યુવાન ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હતો તે સમયે ઝેરી અસર થતાં તેને અહીંની નકલંક હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે રહેતા મનુભાઈ દાનાભાઈ મોરી નામનો ૩૧ વર્ષીય યુવાન ઘરેથી કારખાને કામે જતો હતો ત્યારે રસ્તામાં પાછળથી અજાણ્યા કારના ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મનુભાઈ મોરીને સારવાર માટે અત્રે ડો.હેમલ પટેલની હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો બનાવ હળવદ રોડ ઉપર ઘુંટુ અને આઇટીઆઇની વચ્ચે બન્યો હતો.









