મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગુડા તત્વો બેખોફ, પોલીસ તંત્ર મુકપ્રેક્ષક: મોરબી જીલ્લા કોંગ્રેસ


SHARE









મોરબી જીલ્લામાં ગુડા તત્વો બેખોફ, પોલીસ તંત્ર મુકપ્રેક્ષક: મોરબી જીલ્લા કોંગ્રેસ

મોરબી શહેર અને જીલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે ભાજપના ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ વાઇરલ થયેલ છે જેમાં તે જ સ્વીકારે છે કે ભાજપના ગુંડા છે તો પછી તેની પાસેથી ગુંડાઓનું લિસ્ટ લઈને તેની સામે કડક પગલાં લેવાની મોરબી જિલ્લા કોંગ્રેસે માંગ કરે છે

મોરબી  શહેર અને મોરબી જીલ્લામાં ગુંડા, આવારા તત્વોએ માઝા મૂકી છે દિન દહાડે જાહેરમા મારકૂટ, ઘરમાં ઘૂસીને માર મારવા, જાહેરમા બીભત્સ વર્તન કરવુ, દારૂ, જૂગાર, છેડતી જેવી ઘટનાઓ રોજીંદી બની ગયેલ છે અને પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો એન કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મોરબીના શનાળા રોડે સ્કાય મોલ પાસે જાહેર રોડ રસ્તા ઉપર આવારા તત્વો દ્વારા વેપારીને મારામારીનો બનાવ તે સહિતના અનેક બનાવ બનેલ છે જે પોલીસ તંત્રનીં કોઈ બીક જ ન હોય તેવું લાગી રહ્યું છે. 

મોરબીના ઘારાસભ્ય અને ભાજપના પદાધિકારીનો એક ઓડિયો વાયરલ થયેલ છે તેમાં મોરબીના ધારાસભ્ય કહેતા સંભળાય છે કે  “ફાયરિંગ કરેલ તેમાં હું રાજી થયો અને હવે બઘા ગુંડા ભાજપમાં આવી ગયા છે” લોકો એ સમજે છે. કે આ બઘા ગુંડા ભાજપ પક્ષના આશીર્વાદ સાથે મોરબીમાં આંતક ફેલાવે છે. અને ઘારાસભ્ય અને ભાજપ ઉપપ્રમુખની વાત નો ઓડિયો વાયરલ થયા બાદ પટેલ શખ્સને આવારા, લુખ્ખા તત્વોએ રવાપર રોડ જેવાં પોશ વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી રચી જાહેરમાં ઢોર માર મારેલ છે. અને દહેસતનું વાતાવરણ ઉભુ કરેલ છે, 

જેમ જુગાર રમવા બાબતે પોલીસ જાતે રેડ કરે છે તેવી જ રીતે આ મારમારીની ઘટનામા પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કરે અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે, તેવી લોકની માંગ છે છેલ્લા ત્રણ બનાવોમા આરોપીઓ મોટી વગ ધરાવતા હોય તેમની સામે પોલીસ ફરીયાદ પણ ન થાય તેવી ધાક ધમકીઓ અપાઈ રહી છે. આ બધી ઘટનાઓ  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. અને મોરબી જીલ્લામાં ગુડા તત્વો આટલા બધા બેખોફ છે. જાણે કે કાયદાનો કોઈ ડર જ નથી તેવું લાગી રહ્યું છે.પોલીસ તંત્ર મુકપ્રેક્ષક બનીને આ બઘું જોય રહેલ હોય તેવું લાગી રહ્યું છે  અને ગુંડા તત્વોની રાજકીય ઓથના કારણે પ્રજાને બાનમાં લઇ ડરાવી રહ્યા છે. ત્યારે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની નકલ રાજ્યના ગૃહમંત્રીને પણ આપવામાં આવી છે જો કે, પોલીસ હવે ગુંડાઓને શોધીને તેની સામે કડક કાર્યવાહી કયારે કરશે તે તો સમય જ બતાવશે




Latest News