મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

રાજયમાં દલીતો ઉપર થતા અત્યાચારો રોકવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગે કરી રજૂઆત


SHARE







રાજયમાં દલીતો ઉપર થતા અત્યાચારો રોકવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગે કરી રજૂઆત

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગના પ્રમુખ દિપક પરમાર (એડ.)ની આગેવાની હેઠળ મોરબીના પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ગુજરાતમાં છાશવારે જુદાજુદા જીલ્લાઓમાં દલીતો ઉપર એનકેન પ્રકારે તેમની મિલ્કતો હડપ કરવા તેમજ દલીતો પત્યે અભડછેટ રાખવા બાબતે, મુછો રાખવા બાબતે, ઘોડીઓ ઉપર વરઘોડો કાઢવા બાબતે વિગેરેમાં અત્યાચારો થતા હોય છે જેમાં જવાબદાર અધિકારીઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખુબ જ ગંભીર છે અને દલીતો પ્રત્યે આ રીતનું જે વર્તન થાય છે તે બંધારણથી વિરૂધ્ધ છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે દલીત ખેડુત અલજીભાઇ પરમાર તથા મનજીભાઇ પરમારની હત્યા કરવામાં આવી છે અને તેમના પરિવારજનોને ઈજા પહોંચાડવામાં આવેલ છે હાલ તેમના પરિવારમાંથી અમુક સભ્ય હોસ્પીટલાઇઝ છે. મરનાર વ્યકિતઓ તથા ઇજા પામનારાઓ દલીત સમાજમાંથી આવે છે. તેમની વડીલોની ખેતીની જમીન સંબંધમાં કોર્ટમાં કેશ ચાલતો હોય જેમાં તેમનો વિજય થતા સામાવાળા દ્વારા આ સહન નહી થતા તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ જેમાં બે સગાભાઇઓની હત્યા થયેલ હતી જો કે, આ ઘટના પહેલા પરિવારના લોકોએ સ્થાનીક પોલીસ તંત્રને લેખીતમાં જાણ કરેલ હતી કે આરોપીઓ કોઇપણ સમયે તેમની સામે જીવલેણ હુમલો કરશે તો પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા રાખવામાં આવેલ ન હતી. સમગ્ર રાજયમાં ખુબજ વ્યાપક પ્રમાણમાં કોઇપણ રોકટોક વગર દલિતો ઉપર અત્યાચારો કરવામાં આવે છે અને સરકાર આ બાબતે કોઇપણ ગંભીરતા દાખવતી નથી. જેથી સમગ્ર મોરબી જીલ્લા દલીત સમાજ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ સમીતી અનુસુચિત જાતી વિભાગની માંગણી છે કે આ કામે જવાબદાર અધિકારીઓને ગુન્હાના કામે આરોપી બનાવવામાં આવે તેમજ તેમને હોદા ઉપરથી ડિસમિસ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News